Navsari flood

Navsari rainfall video: સતત ત્રીજા દિવસે ઝડપથી વધતા પાણીના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો, તંત્ર થયુ એલર્ટ- જુઓ નવસારીના વીડિયો

Navsari rainfall video: નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોને ખસી જવા અને લોકોને આશ્રય સ્થાનોએ જવા કલેક્ટરે અપીલ કરી

નવસારી, 14 જુલાઇઃNavsari rainfall video: નવસારીમાં સાંબેલાધાર વરસી રહેલા વરસાદથી હવે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. કારણ છેલ્લા 4 દિવસોમાં નવસારી શહેરની લોકમાતા પૂર્ણા નદીમાં પુરની સ્થિતિ બનતા હજારો લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સતત ત્રીજા દિવસે ઝડપથી વધેલા પાણી અને વધુ પડતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

નદીની જળસપાટી વધતા નવસારીમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી 23 ફૂટે પહોંચતા એલર્ટ મૂકાયુ છે. કાવેરી અને અંબિકાની પણ એવી જ સ્થિતિ છે, બંનેની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોને ખસી જવા અને લોકોને આશ્રય સ્થાનોએ જવા કલેક્ટરે અપીલ કરી છે. નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે તંત્ર અલર્ટ મોડમાં આવી ગયુ છે. 

નવસારી જિલ્લામાંથી રેસ્ક્યુ કરીને સેનાના હેલિકૉપ્ટર મારફતે અસરગ્રસ્તોને સુરત એરપોર્ટ લાવવામાં આવી રહ્યા છે.તેઓને સુરત ખાતે જરૂરી વ્યવસ્થા શેલ્ટર હોમમાં લઈ જવામાં આવશે.

આ પણ વાંચોઃ Heavy rain start again in ahmedabad: વહેલી સવારથી અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઓગણજમાં દીવાલ પડતા 5 મજૂરો દટાયા, ત્રણના મોત નિપજ્યા

આ પણ વાંચોઃ Navsari Flood Update : નવસારીની કાવેરી, પૂર્ણા અને અંબિકામાં જળસ્તર વધતાં પૂરનો ભય, 350થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

Gujarati banner 01