Nupur sharma case update

Nupur sharma case update: સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનોની ટીકા કરવા બદલ ભૂતપૂર્વ ન્યાયાધીશો સામે અવમાનનાની કાર્યવાહી નહી ચાલે

Nupur sharma case update: કોર્ટે એમ પણ કહ્યું હતું કે દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે એકલા નુપુર શર્મા જવાબદાર છે.

નવી દિલ્હી, 14 જુલાઇઃ Nupur sharma case update: નુપુર શર્મા (Nupur Sharma) કેસમાં દેશના સામાજિક સૌહાર્દ્યને ખંડિત કરવા સહિતની સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનોની ટીકા કરવા બદલ ભૂતપૂર્વ ન્યાયાધીશો સામે અવમાનનાની કાર્યવાહી નહી ચાલે. જ્યારે સર્વોચ્ચ અદાલતે તિરસ્કારના કેસ માટે એટર્ની જનરલ કેકે વેણુગોપાલ પાસે સંમતિ માંગી તો તેમણે તેનો ઇનકાર કરી દીધો.

નુપુર શર્માના નિવેદન મામલે સુપ્રિમ કોર્ટમાં થયેલ અરજીની સુનાવણી દરમિયાન વેકેશન બેચના જજ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેચે મૌખિક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, નુપુર શર્માના નિવેદનથી દેશમાં આગ લાગી ગઈ છે. 1 જુલાઈના રોજ સખત ઠપકો આપતા નુપુર શર્માની અનિયંત્રિત જીભે આખા દેશને આગ લગાડી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે એકલા નુપુર શર્મા જવાબદાર છે.

સુપ્રિમ કોર્ટના જજોની આ કડક ટિપ્પણીને લઇને દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ એસએન ધીંગરા, ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ અમન લેખી, વરિષ્ઠ વકીલ કે આર કુમાર અન્યએ સુપ્રિમ કોર્ટના નિવેદનોની ટીકા કરી હતી. 

આ પણ વાંચોઃ Navsari rainfall video: સતત ત્રીજા દિવસે ઝડપથી વધતા પાણીના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો, તંત્ર થયુ એલર્ટ- જુઓ નવસારીના વીડિયો

ચીફ જસ્ટિસને પત્ર લખીને ફરિયાદ કરતા કેરળ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પીએન રવીન્દ્રને ચીફ જસ્ટિસને કહ્યું કે, આ ટિપ્પણીથી સુપ્રિમ કોર્ટે લક્ષ્મણ રેખા પાર કરી છે. તેમના પત્ર પર ન્યાયતંત્ર, નોકરશાહો અને સેનાના 117 ભૂતપૂર્વ અધિકારીઓ અને ન્યાયાધીશોના હસ્તાક્ષર છે.

આ અંગે જજો અને વકીલો સહિતના લોકો પર સુપ્રિમ કોર્ટના નિવેદનોની ટીકા કરનારા પર અવમાનનો કેસ થવો જોઈએ કે નહિ તે અંગે નિવેદન આપતા કોર્ટે કહ્યું કે, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. મૌલિક દલીલ કે નારાજી વ્યકત કરી શકાય છે.

જોકે સામે પક્ષે એટોર્ની જનરલ વેળુગોપાલે કહ્યું કે તે લોકો દ્વારા કરવામાં આવેલી આલોચના નિષ્પક્ષ હતી. તેમના નિવેદનો  અપમાનજન નહોતા. સુપ્રિમ કોર્ટે ઘણા નિર્ણયોમાં માન્યુ કે, ન્યાયિક કાર્યવાહીની નિષ્પક્ષ અને યોગ્ય ટીકા અદાલતની અવમાનના ન ગણાય. ત્રણ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી આલોચના દ્રેષપૂર્ણ અથવા જાણીજોઇને ન્યાયપાલિકાની ઇમેજ ખરાબ કરવાનો પ્રયત્ન છે. આ વિશે તેઓ સમંત નથી.

આ પણ વાંચોઃ Heavy rain start again in ahmedabad: વહેલી સવારથી અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઓગણજમાં દીવાલ પડતા 5 મજૂરો દટાયા, ત્રણના મોત નિપજ્યા

Gujarati banner 01