Attack on hindu temple in pak

Attack on hindu temple in pak: ફરી એકવાર પાકમાં હિંદુ મંદિર પર હુમલો, કરાચીમાં કટ્ટરપંથીઓએ દુર્ગા માની મૂર્તિ તોડી, 22 મહિનામાં 9મો હુમલો

Attack on hindu temple in pak: કટ્ટરપંથીઓએ દુર્ગા માતાના મંદિરમાં તોડફોડ કરવાની સાથે જ માતા દુર્ગાની મૂર્તિને ધડથી અલગ કરી દીધી

નવી દિલ્હી, 21 ડિસેમ્બરઃ Attack on hindu temple in pak: પાકિસ્તાનથી ફરી એક વખત શરમજનક ઘટના સામે આવી છે. કટ્ટરપંથીઓએ આ વખતે પાકિસ્તાનના કરાચી ખાતે નરિયન પોરા હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. કટ્ટરપંથીઓએ દુર્ગા માતાના મંદિરમાં તોડફોડ કરવાની સાથે જ માતા દુર્ગાની મૂર્તિને ધડથી અલગ કરી દીધી હતી. પાકિસ્તાની પત્રકારે ટ્વિટર દ્વારા આ જાણકારી આપી હતી. પત્રકારે ટ્વિટમાં છેલ્લા 22 મહિનામાં આ હિંદુ મંદિરો પરનો 9મો મોટો હુમલો છે તેમ પણ જણાવ્યું હતું. 

પાકિસ્તાની પત્રકારે ટ્વિટમાં લખ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની નોટિસ અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા મંદિરોની સુરક્ષાના દાવા છતાં 22 મહિનામાં આ 9મી વખત મંદિરો પર હુમલાની ઘટના બની છે. અપરાધીઓને છૂટો દોર આપવામાં આવે ત્યારે આવું બને છે. કટ્ટરપંથીઓએ અગાઉ પણ પાકિસ્તાનમાં અનેક મંદિરો પર હુમલો કરેલો છે.

આ પણ વાંચોઃ Increase in sesame prices: મકર સંક્રાંતિમાં તલ ખાવા માટે, ચુકવવી પડશે ડબલ કિંમત! આ કારણે વધી રહ્યો છે ભાવ

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ મંદિરો પર હુમલો કરવામાં આવ્યો તે મામલે સુપ્રીમ કોર્ટે આકરૂં વલણ અપનાવેલું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટ્ટરપંથીઓએ ગણેશ મંદિર પર હુમલો કર્યો ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે પંજાબ પ્રાંતના મુખ્ય સચિવ અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસને સમન પાઠવ્યા હતા. જ્યારે વડાપ્રધાન ઈમરાન ખાને તે મામલે ઘટનાના 24 કલાક બાદ નિવેદન બહાર પાડીને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનું વચન આપ્યું હતું. 

ગત વર્ષે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા ખાતે આવેલા કરક મંદિર પર કટ્ટરપંથીઓના હુમલા બાદ સુપ્રીમ કોર્ટે મંદિરના જીર્ણોદ્ધારનો નિર્ણય સંભળાવ્યો હતો. સાથે જ મંદિર પર હુમલો કરનારા આરોપીઓ પાસેથી જીર્ણોદ્ધાર માટેના 3.30 કરોડ રૂપિયાના ખર્ચની વસૂલીનો પણ આદેશ આપ્યો હતો. 

Whatsapp Join Banner Guj