Increase in sesame prices

Increase in sesame prices: મકર સંક્રાંતિમાં તલ ખાવા માટે, ચુકવવી પડશે ડબલ કિંમત! આ કારણે વધી રહ્યો છે ભાવ

Increase in sesame prices: મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ઓડિશામાં તલનું વધારે ઉત્પાદન થાય છે

બિઝનેસ ડેસ્ક, 21 ડિસેમ્બરઃ Increase in sesame prices: અત્યાર સુધી ખરીફ સહિતના તમામ પાકના ઉત્પાદનમાં ઘટાડાનું એકમાત્ર કારણ કમોસમી વરસાદ છે. વરસાદના કારણે પાકને ખૂબ વધારે નુકસાન થયું છે પરંતુ હવે તેની અસર દરેક વસ્તુની કિંમતો પર પડી રહી છે. આ વર્ષે તલના ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો જેથી મકર સંક્રાંતિ પહેલા તલના ભાવમાં વધારો જોવા મળશે.

ખેડૂતો ઉત્પાદન વધારવા માટે એક કે તેનાથી વધારે વિકલ્પો અપનાવે છે પરંતુ દેશમાં તલનું ઉત્પાદન ઘટી રહ્યું છે. તેનું કારણ એ છે કે, અન્ય પાકની તુલનાએ પ્રતિ એકર ઉપજ ઓછી છે અને પરિણામ સ્વરૂપ આ વર્ષે ફક્ત 3 લાખ 25 હજાર મેટ્રિક ટનનું ઉત્પાદન જ થઈ શકે છે. 

કમોસમી વરસાદના કારણે તલની ગુણવત્તા પણ પ્રભાવિત થઈ છે. વરસાદના કારણે ઉત્પાદન ઘટવા ઉપરાંત તલની ગુણવત્તા પણ ઘટી છે. વરસાદના કારણે હલકા અને નબળી ગુણવત્તાના તલના ઉત્પાદનમાં વધારો થયો છે. મકર સંક્રાંતિ વખતે સારી ગુણવત્તાવાળા તલની માગ વધુ રહે છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ઓડિશામાં તલનું વધારે ઉત્પાદન થાય છે. 

આ પણ વાંચોઃ Omicron Cases in india: ભારતમાં ઓમિક્રૉન સંક્રમિતોની સંખ્યા 200 થઇ, કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન- વાંચો વિગત

Whatsapp Join Banner Guj