Attacks on hindus continue in bangladesh

Attacks on hindus continue in bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલા યથાવત, કટ્ટરવાદીઓએ 20 ઘરો સળગવાદી દીધા

Attacks on hindus continue in bangladesh: બાંગ્લાદેશના અખબારના કહેવા પ્રમાણે કેટલાક કટ્ટરવાદીઓએ હિન્દુઓના 20 ઘરો સળગાવી દીધા છે તો સ્થાનિક લોકોનુ કહેવુ છે કે, 65 ઘરોને આગ લગાવવામાં આવી છે

નવી દિલ્હી, 18 ઓક્ટોબરઃ Attacks on hindus continue in bangladesh: બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુઓ પર શરૂ થયેલા હુમલા હજી પણ ચાલુ જ છે. બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાળ અને મંદિરો પર હુમલા બાદ હવે રવિવારે રંગપુર જિલ્લામાં હિન્દુઓના ઘરો સળગાવી દેવામાં આવ્યા છે. બાંગ્લાદેશના અખબારના કહેવા પ્રમાણે કેટલાક કટ્ટરવાદીઓએ હિન્દુઓના 20 ઘરો સળગાવી દીધા છે તો સ્થાનિક લોકોનુ કહેવુ છે કે, 65 ઘરોને આગ લગાવવામાં આવી છે.

પોલીસના કહેવા પ્રમાણે આ મામલામાં પણ એક હિન્દુ વ્યક્તિ પર ફેસબૂક પર આપત્તિજનક કોમેન્ટ કરવાનો આરોપ લાગ્યો હતો. એ પછી આ વ્યક્તિને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી પણ કટ્ટરવાદીઓએ આસપાસના ઘરોને આગ ચાંપી દીધી હતી. આરોપીઓ જમાત એ ઈસ્લામી સંગઠન અને તેના વિદ્યાર્થી સંગઠન ઈસ્લામી છાત્ર શિબિર સાથે જોડાયેલા છે.

આ પણ વાંચોઃ 10th -12th students: ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર- આ તારીખથી ભરાશે ફોર્મ

Advertisement

સોશિયલ મીડિયા પર તેને લગતા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં ટોળાને ઘરો સળગાવતા જોઈ શકાય છે. જોકે આ વિડિયો આ જ ઘટનાના હોવાનુ સાબિત થયુ નથી.

બીજી તરફ દુર્ગા પૂજા પંડાળો પર હુમલાની ઘટનાઓમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂજા સ્થળો પર હુમલામાં ચાર લોકોના ફાયરિંગમાં મોત થયા છે જ્યારે નોઆખલીમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલામાં બે લોકોના મોત થયા છે.

Whatsapp Join Banner Guj

Advertisement