HSC board

10th -12th students: ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર- આ તારીખથી ભરાશે ફોર્મ

10th -12th students: ધો. 10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાશેધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા માટે દર વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટોબરમાં ફોર્મ ભરાવાના શરૃ થઈ જતા હોય છે

ગાંધીનગર, 18 ઓક્ટોબરઃ 10th -12th students: ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા આ વર્ષે માર્ચમાં જ લેવાની છે બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરવાની શરૂઆત કરવામાં આવશે. હાલમાં સ્કૂલોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શિક્ષણ ચાલી રહ્યું છે. ધો. 10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાશે. ૨૦૨૨માં લેવાનારી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા સમયસર માર્ચમાં જ લેવામાં આવનાર છે. પરંતુ બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ જ ભરાશે અને લગભગ ૧૫ નવેમ્બર પછીપ્રક્રિયા શરૂ થાય તેવી શક્યતા છે

ધો. 10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાશેધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા માટે દર વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટોબરમાં ફોર્મ ભરાવાના શરૃ થઈ જતા હોય છે અને એક મહિના સુધી નિયત મુદત સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલે છે ત્યાર બાદ લેઈટ ફી વગર અને લેઈટ ફી સાથે મુદત વધારાતા ડિસેમ્બર અંત સુધી ફોર્મ ભરાતા હોય છે.

આ પણ વાંચોઃ yuvraj singh arrested:ચહલ પર જાતિગત ટિપ્પણી મુદ્દે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ

ધો.૧૦-૧૨માં ૧૭થી ૧૮ લાખ રેગ્યુલર-રીપિટર સહિતના વિદ્યાર્થીઓના દર વર્ષે ફોર્મ ભરાય છે. કોરોનાને લીધે માર્ચ ૨૦૨૧ની બોર્ડ પરીક્ષાઓ મેમાં પણ ન લેવાતા અંતે બોર્ડ પરીક્ષાઓ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે રદ થતા માસ પ્રમોશન આપી દેવાયું હતું પરંતુ પરીક્ષાના ફોર્મ ફેબ્રુઆરી સુધી ભરાઈ ગયા હતાં.

ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલે જતા નથી અને ઘરેથી ઓનલાઈન ભણી રહ્યાં છે. ઉપરાંત કોરોનાને લીધે આ વર્ષે સપ્ટેમ્બર અંત સુધી પ્રવેશ થયા છે.આવતીકાલે ૧૮મીથી પ્રથમ સત્ર પરીક્ષાઓ ધો. ૯થી૧૨માં શરૃ થનાર છે. જેથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા પણ સ્કૂલો અને બોર્ડ પાસે આવી જશે. મહત્વનું છે કે ધો. ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો કોર્સ નહીં ઘટાડવામાં આવે અને પુરા કોર્સ પ્રમાણે જ બોર્ડ પરીક્ષા લેવાશે.

Whatsapp Join Banner Guj