Bill Gates

Bill Gates: બિલ ગેટસે ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- દુનિયાના બાકી દેશોએ પણ ભારતના અનુભવમાંથી શીખવાની જરૂર છે- વાંચો વિગત

Bill Gates: બિલ ગેટસે કહ્યુ હતુ કે, વેક્સીન બનાવવામાં પણ ભારતની આવડત તેને કામ લાગી છે. ભારતીય વેક્સીનોએ આ પહેલા દુનિયાભરમાં ન્યૂમોનિયા અને્ ડાયેરિયા જેવી બીમારીઓથી લાખો લોકોને બચાવ્યા છે

નવી દિલ્હી, 22 ઓક્ટોબરઃ Bill Gates: કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝ લોકોને આપીને ભારતે ઈતિહાસ સર્જયો છે ત્યારે દુનિયાના સૌથી ધનિક લોકોમાં સ્થાન પામતા અને માઈક્રોસોફટના સ્થાપક બિલ ગેટસ પણ ભારતની સિધ્ધિ જોઈને દંગ થઈ ગયા છે. જી, હાં બિલ ગેટસે(Bill Gates) એક અંગ્રેજી અખબારમાં ભારતની સફળતાના ભરપૂર વખાણ કરતા કહ્યુ છે કે, દુનિયાના બાકી દેશોએ પણ ભારતના અનુભવમાંથી સીખવાની જરૂર છે. 31.ડિસેમ્બર સુધીમાં ભારતના તમામ પુખ્ત વયના વ્યક્તિઓને વેક્સીનેટ કરવાના પીએમ મોદીના વિઝનને ભારતમાં દરેક રાજ્યમાં શાનદાર પ્રતિક્રિયા મળી છે.

આ દુનિયાનુ સૌથી મોટુ અને સૌથી ઝડપી રસીકરણ અભિયાન છે. ભારતની 75 ટકા પુખ્ત વયની વસતીને પહેલો ડોઝ અને 31 ટકાને બે ડોઝ મળ્યા છે. જેમાં 48 ટકા મહિલાઓ છે. ભારતની વસતી અને તેનુ કદ જોતા આ સિધ્ધિ વધારે મહત્વની બને છે. દુનિયાના બાકી દેશો ભારતમાંથી શીખી શકે છે. તેમણે(Bill Gates) આગળ લખ્યુ છે કે, ભારતે મોટા પાયે સંખ્યાબંધ રસીકરણ અભિયાનોને અગાઉ પાર પાડી ચુકયુ છે અને તેનો લાભ પણ તેને મળ્યો છે. ભારત દર વર્ષે 2.7 કરોડ નવજાત બાળકોને જરૂરી રસી આપે છે. દર વર્ષે એક થી પાંચ વર્ષના દસ કરોડ બાળકોને બૂસ્ટર ડોઝ આપે છે. ભારત પાસે 27000 કોલ્ડ ચેનની સુવિધા છે. 23 લાખ કાર્યકરોની વિશાળ સેના છે. જેમણે લાખો ડોકટરો અને નર્સો પાસેથી તાલીમ લીધેલી છે. ભારતને તેના આગળના અનુભવ અને રસીકરણના માળખાનો ફાયદો મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Sudha chandran:અભિનેત્રી સુધા ચંદ્રને મોદીજી પાસે માંગી મદદ, કહ્યું- ઘણા વર્ષોથી એરપોર્ટ પર મારી સાથે આ થઇ રહ્યું છે હવે થાકી ગઇ છું- જુઓ વીડિયો

બિલ ગેટસે(Bill Gates) કહ્યુ હતુ કે, વેક્સીન બનાવવામાં પણ ભારતની આવડત તેને કામ લાગી છે. ભારતીય વેક્સીનોએ આ પહેલા દુનિયાભરમાં ન્યૂમોનિયા અને્ ડાયેરિયા જેવી બીમારીઓથી લાખો લોકોને બચાવ્યા છે. મને ગર્વ છે કે, મારા ફાઉન્ડેશને પણ વેક્સીનને લોકો સુધી પહોંચાડવા માટે ભારત સરકાર સાથે મળીને કામગીરી કરી છે.

તેમણે કોવિડ પ્લેટફોર્મના પણ વખાણ કરીને કહ્યુ છે કે, ભારતે પોતાની આઈટીની ક્ષમતાને પણ સારી રીતે રસીકરણ માટે ઉપયોગમાં લીધી છે. કોવિનડના કારણે ભારતમાં વેક્સીન માટે એપોઈન્ટમેન્ટ સ્લોટ ગોઠવાય છે અને તેના પરથી સર્ટિફિકેટ પણ મળી રહ્યુ છે. જેને ક્યારે પણ વેરિફાઈ કરી શકાય છે. વેક્સીન ટ્રેન્ડની પણ જાણકારી મળી રહી છે. આ પ્રકારનુ પ્લેટફોર્મ દુનિયાના બાકી દેશોએ પોતાને ત્યાં લાગુ કરવુ જોઈએ. સાથે સાથે લોકોની ભાગીદારી પણ ભારતના રસીકરણ કાર્યક્રમની સફળતામાં મોટો ભાગ ભજવી ચુકી છે.

Whatsapp Join Banner Guj