heading from France to Britain capsized

Boat heading from France to Britain capsized: ફ્રાન્સથી બ્રિટન જતાં ૩૪ શરણાર્થીઓની હોડી પલટી જતા, ૩૧ શરણાર્થીઓનાં થયા મોત

Boat heading from France to Britain capsized: નાવમાં કુલ ૩૪ શરણાર્થીઓ સવાર હતા. આ શરણાર્થીઓ ફ્રાન્સમાંથી ઈંગ્લિશ ચેનલના માધ્યમથી બ્રિટન પહોંચવા માગતા હતા. એ વચ્ચે જ દુર્ઘટના બની

નવી દિલ્હી, 26 નવેમ્બરઃ Boat heading from France to Britain capsized: ફ્રાન્સથી બ્રિટન જતાં ૩૪ શરણાર્થીઓની હોડી પલટી ગઈ હતી. એ દુર્ઘટનામાં ૩૧ શરણાર્થીઓનાં મોત થયા હતા. નાવમાં કુલ ૩૪ શરણાર્થીઓ સવાર હતા. આ શરણાર્થીઓ ફ્રાન્સમાંથી ઈંગ્લિશ ચેનલના માધ્યમથી બ્રિટન પહોંચવા માગતા હતા. એ વચ્ચે જ દુર્ઘટના બની હતી.


ફ્રાન્સથી બ્રિટન જવાની કોશિશ કરી રહેલાં શરણાર્થીઓની બોટ પલટી(Boat heading from France to Britain capsized) ગઈ હતી. એમાં ડૂબી જવાથી ૩૧નાં મોત થયા હતા. કુલ ૩૪ શરણાર્થીઓ બોટમાં સવાર હતા એવો દાવો અહેવાલોમાં થયો હતો. ત્રણને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ ઘટના કેલેસ પોર્ટ નજીક બની હતી.


આ ઘટના અંગે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને દુઃખ વ્યક્ત કર્યું હતું. ઈમરજન્સી બેઠક બોલાવીને બ્રિટિશ વડાપ્રધાને આ બાબતે ચર્ચા કરી હતી. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું હતુંઃ મને આ ઘટનાથી આશ્વર્ય અને ભારે દુઃખ થયું છે. મૃતકોના પરિવારને સાંત્વના પાઠવું છું.
પછી તેમણે ફ્રાન્સનું નામ લીધા વગર ઉમેર્યું હતું: હવે સમય આવી ગયો છે કે ઈંગ્લિશ ચેનલમાંથી આવવાની કોશિશ કરતા લોકોને રોકી લેવામાં આવે. એ માટે સાથે મળીને કામ કરવું જોઈએ. આવા આત્મઘાતી પગલાંથી અસંખ્ય લોકોનો જીવ જાય છે.

આ પણ વાંચોઃ 26/11 Mumbai attack: આજના દિવસે ભડકે બળી ઉઠેલું મુંબઈ શહેર, આતંકીઓએ કર્યો હતો મોટો હુમલો

ઘટનાના જે સાક્ષી હતા એ માછીમારોએ કહ્યું હતું કે સમુદ્ર શાંત હતો તેનો ફાયદો ઉઠાવવા માટે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને ભરવામાં આવ્યા હતા. તેના કારણે આ દુર્ઘટના બની હતી. માછીમારોએ જ આ નૌકાની ભાળ મળી હતી અને તેમણે સ્થાનિક સરકારી તંત્રને જાણકારી આપી હતી.


માછીમારોએ પલટી ગયેલી એક નાવ જોઈ હતી. આસપાસમાં કેટલાય લોકો તરતા હોય એવું દેખાયું હતું, પરંતુ કાતિલ ઠંડા પાણીના કારણે તેમના શરીર ઠંડા પડી ગયા હતા. કોસ્ટગાર્ડની મદદથી બધા જ મૃતદેહોનો બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ પછી એમાંથી ૩૧ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટનાના કારણે ફરીથી ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે શરણાર્થી કટોકટી મુદ્દે સંઘર્ષ શરૂ થયો છે. બ્રિટને અગાઉ પણ ઈંગ્લિશ ચેનલમાં ફ્રાન્સ સાથે મળીને પેટ્રોલિંગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ફ્રાન્સે એ પ્રસ્તાવ નકારી દીધો હતો. ફરીથી એવો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તેનો યોગ્ય જવાબ ન મળતા બ્રિટિશ અધિકારીઓએ ફ્રાન્સના વલણની ટીકા કરી હતી. દરમિયાન ફ્રાન્સના અધિકારીઓના કહેવા પ્રમાણે ફ્રાન્સના પ્રમુખ મેક્રોન યુરોપિયન સંઘના અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરશે.

Whatsapp Join Banner Guj