silhouette man ask woman marry mountain background free pik

Confession of love: પ્રેમનો એકરાર

Bhanuben prajapati
લેખિકા: ભાનુબેન પ્રજાપતિ (સરિતા)

Confession of love: પ્રેમની વ્યાખ્યા જોઈએ તો ” પ્રેમ એટલે હ્રદયમાં વહેતું લાગણીનું અમીઝરણું, દિલમાં ઊંડી વહેતી એક મિત્રના પ્રેમની લાગણીઓનો દરિયો.”

“પ્રેમનો એકરાર કરવો એટલે કે ‘વ્યક્તિ સાથે હળવું ,મળવું અને એની સાથે સમય વિતાવવા માટે એની હૂંફ મેળવવા માટે એની સામે વ્યક્ત કરતી વાણી એટલે પ્રેમનો પ્રતિકાર..

એક દિવસ રીટાએ પોતાના પ્રેમનો એકરાર કરવાની રાહ જોઇ રહી હતી એ મિતેશને ખૂબ જ પ્રેમ કરતી હતી .બંને જણા કોલેજમાં સાથે જ હતા. બંને એકબીજાને બધી જ વાતો કરતા હતા અને રીટાના મનમાં થયું કે હું, આજે મારા પ્રેમનો એકરાર રિતેશને કર્યા વિના નહીં રહું, કારણ કે એ ઘણા દિવસથી પોતાના દિલમાં પ્રેમને સંતાડી રહી હતી. એને રીતેશ જોડે ખુબ જ ગમતું હતું. ” પહેલો પ્રેમ એટલે કે હ્દયમાંથી ઉભરાતી લાગણી.”

Advertisement

એક દિવસ તેણે વિચાર્યું કે, હું રીતેશને આજે ચોક્કસ પ્રેમનો એકરાર કરીને જ રહીશ. એ જ્યારે પોતાના દિલની વાત કરવા રાહ જોતી કોલેજના દરવાજે ઊભી હતી. એટલામાં રિતેશ આવ્યો અને તેણે રીતેશને કહ્યું,આજે મારે તને એક વાત કરવી છે! રીતેશ કહે, તું પછી વાત કર અત્યારે મારે વાત કરવી છે. “ના હું આજે તને મારા દિલની વાત કરવા માગું છું એટલે હું જ કહીશ.” “કંઈ વાંધો નહીં, તું કરી શકે છે. આપણે કોલેજની કેન્ટીનમાં જઈએ. બંને જણા કોલેજની કેન્ટીનમાં ચા પીતા હતા અચાનક જ રીતેશના ફોનની ઘંટડી વાગી અને સામેથી રોમાનો અવાજ આવ્યો અને કહ્યું:

” રિતેશે કહ્યું: રીટા તું અહીં બેસી શકે છે. હું એક જ મિનિટ વાત કરીને આવું”

” અચાનક જ તેની નજર રિતેશના એક કાર્ડ પર પડી અને કાર્ડ માં જોયું તો રોમા અને રિતેશ બંનેના સગાઈના કાર્ડ હતા. તરત જ પોતાના પગ તળેથી જમીન સરકી ગઇ હોય એમ કહ્યા વિના જ એ નીકળી ગઈ.”

Advertisement

” ત્યાં રીતેશે જોયું તો રીટા હતી જ નહીં એને એમ કે કંઈક કામ હશે એટલે નીકળી ગઈ હશે પરંતુ અચાનક જ્યારે એની નજર એક કાગળ પર પડી ત્યારે એને લખ્યું હતું આઇ લવ યુ રિતેશ.”

” રીટા ઘરે આવી અને ઘરમાં રડવા લાગી. ” એને થયું કે ખરેખર !મારી જિંદગી પ્રેમ વિના અધૂરી જ રહેશે! મને રીતેશ મળશે જ નહિ. શું મેં પ્રેમનો એકરાર કરવામાં સમય વધારે બગાડયો છે! એવા પ્રશ્નો એની જાત સાથે કરતી હતી અને રડતી હતી.”

” રિતેશને ત્યારે ભાન થયું કે ખરેખર મને રીટા પ્રેમ કરતી હતી અને મને ખબર જ ન પડી. એને તરત જ થયું કે હજુ બહુ મોડું નથી થયું એ રોમાને ત્યાં ગયો અને જે ઘરના મમ્મી-પપ્પા દ્વારા પસંદ કરેલી છોકરી હતી. એટલે સગાઈ જ કરવાની હતી એટલે એને તરત જ નિર્ણય બદલી નાખ્યો રોમાને પણ વાત કરી અને એના મમ્મી -પપ્પાને પણ વાત કરી ઘરના બધા  સંમત થયા. પહેલા તો એમણે થોડીક ક્ષણ માટે વિરોધ પણ કર્યો પરંતુ રોમાએ કહ્યું કે જે થતું હોય સારા માટે થાય છે. કારણ કે રિતેશ એને ચાહે છે એટલે હજુ મોડું થયું નથી. આપણે રિતેશની વાતને સંમતિ આપવી જોઈએ એટલે બધા જ સહમત થઈ ગયા.

Advertisement

” રીટાએ કહ્યું : જો તારી પહેલી પસંદ અને તારો પહેલો પ્રેમ એ જ હોય તો હું તમારા બંને વચ્ચે આવવા માંગતી નથી. એમ કહીને બધાએ ઘરે વાતચીત કરી. ઘરના બધાએ કહ્યું કે તું રીટાને હાલ જ જઈને તારા પ્રેમનો એકરાર કર, (Confession of love) નહિંતર બહુ મોડું થઈ જશે.

” રોમાએ કહ્યું : રિતેશ હું પણ ઇચ્છું છું કે તું તારા પહેલા પ્રેમનો એકરાર કરીને મેળવી લે.”

અને તરત જ રીતેશ કોઈ પણ નિર્ણય લીધા વિના એક ગુલાબનું ફૂલ લઈને એના ઘરે ગયો. અને જોયું તો રીટા રડતી હતી ત્યાં જઈને રીટાની સામે ગુલાબ આપીને એને કહ્યું, સોરી મને ખબર જ નહિ કે તું મને આટલો બધો પ્રેમ કરતી હતી. હું પણ તને દિલથી પ્રેમ કરતો હતો. આજે હું મારા દિલ નો એકરાર કરું છું. “આઇ લવ યુ રીટા” તું મારી સાથે લગ્ન કરીશ. ને એટલું કહેતાં જ એ રડી પડી અને બંને જણા ભેટી પડ્યા અને એમના પ્રેમનો એકરાર એક ખુશીમાં ફરી ગયો અને તેમની સગાઈ નક્કી કરી દેવામાં આવી..

Advertisement

આખરે દિલમાં સાચો પ્રેમ હોય તો ભગવાન પણ મંજૂરી આપે છે. પણ પ્રેમ થાય તો એકરાર કરવામાં ક્યારેય સમય બગાડવો નહીં. જો એક વખત તે સમય ચૂકી ગયા તો તમારા પ્રેમ માટે આખી જિંદગી તમે તડપતા જ રહેશો. સાચો પ્રેમ હંમેશા સમયની રાહ જોતો નથી એટલે તરત જ પ્રેમનો એકરાર કરીને મેળવી લેવો જોઈએ. (ઉપરોક્ત આર્ટિકલમાં લેખકે પોતાના વિચારોને રજૂ કર્યા છે.)

આ પણ વાંચો…Navalkatha: પ્રકરણ:2 ઉર્જાની ચિંતા…શૈમી ઓઝા દ્વારા લિખિત

banner still guj7364930615183874293.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *