Delivery in flight

Delivery in flight: હજારો ફૂટની ઊંચાઈએ બાળકીનો થયો જન્મ, ફ્લાઈટમાં આવી રીતે થઈ હતી ડિલિવરી

Delivery in flight: એરલાઇનના ફ્લાઇટ એટેન્ડન્ટે બાળકીને જન્મ આપવામાં મહિલાની મદદ કરી

મુંબઇ, 20 મેઃ Delivery in flight: ક્યારે, શું થશે, કંઈ કહી શકાય નહીં. જીવનમાં ક્યારેક એવી ઘટનાઓ બને છે જેની અપેક્ષા ન હોય. ફ્લાઈટમાં એક મહિલા સાથે પણ કંઈક આવું જ થયું. અમેરિકામાં એક ફ્લાઈટમાં કંઈક એવું થયું જેની કોઈને અપેક્ષા નહોતી. વાસ્તવમાં, એક મહિલાએ ફ્લાઈટમાં હજારો ફૂટની ઊંચાઈએ એક બાળકીને જન્મ આપ્યો છે. એરલાઇનના ફ્લાઇટ એટેન્ડન્ટે બાળકીને જન્મ આપવામાં મહિલાની મદદ કરી છે.

મહિલાને ફ્લાઈટમાં અચાનક જ લેબર પેઈન શરૂ થઈ ગયું
ફ્રન્ટિયર એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ફ્લાઈટ ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઓરલેન્ડો ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહી હતી. આ ફ્લાઈટમાં એક ગર્ભવતી મહિલા પણ હતી. અચાનક તે મહિલાને ફ્લાઈટમાં લેબર પેઈન થવા લાગ્યું. ડાયના ગિરાલ્ડો નામની ફ્લાઇટ એટેન્ડન્ટે આ બાબત ધ્યાનમાં લીધી હતી. તે તરત જ મહિલાને પ્લેનના પાછળના ભાગમાં આવેલા ટોયલેટમાં લઈ ગઈ અને ત્યાં તેણે બાળકની ડિલિવરી માટે મહિલાને મદદ કરી.

આ પણ વાંચોઃ Forecast for heat: રાજ્યના લોકોને કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત, વાંચો શું છે હવામાન વિભાગનું અનુમાન?

Advertisement

ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી
તે જ સમયે, ફ્લાઇટને ડાયવર્ટ કરીને પેન્સાકોલા એરપોર્ટ પર લાવવામાં આવી હતી, જ્યાં પેરામેડિક્સની એક ટીમ પહેલેથી જ હાજર હતી. ફ્રન્ટિયર એરલાઈન્સે ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને આ ઘટનાની માહિતી આપી છે. આ ઘટના વિશે માહિતી આપતા એરલાઈન્સે જણાવ્યું કે માતાએ તેની બાળકીનું નામ ‘સ્કાય’ રાખ્યું છે. આ પોસ્ટ ફેસબુક પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

લોકો એરલાઇન્સના ક્રૂના જોરદાર વખાણ કરી રહ્યા છે
યૂઝર્સ આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ક્રૂ અને એરલાઈન્સના જોરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે કોમેન્ટ કરી છે કે, ‘આ છોકરીને હંમેશા ફ્રન્ટિયર એરલાઈન્સમાં મફત મુસાફરી મળવી જોઈએ’. તે જ સમયે, અન્ય એક યુઝરે ક્રૂના વખાણ કરતા લખ્યું, ‘અદ્ભૂત! મહાન ટીમવર્ક’. આ પોસ્ટને અત્યાર સુધીમાં 2.3 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

Advertisement

આ પણ વાંચોઃ Emergency landing: એર ઇન્ડિયાના પાઇલટ્સે અચાનક વિમાન લેન્ડ કરાવ્યુ- વાંચો શું છે મામલો?

Gujarati banner 01

Advertisement