Air india

Emergency landing: એર ઇન્ડિયાના પાઇલટ્સે અચાનક વિમાન લેન્ડ કરાવ્યુ- વાંચો શું છે મામલો?

Emergency landing: A320neo વિમાનના પાઇલટ્સને સવારે 9.43 વાગ્યે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એરક્રાફ્ટ ટેકઓફ થયાની મિનિટો બાદ એન્જિનમાં ખામી હોવાની માહિતી મળી

મુંબઇ, 20 મેઃ Emergency landing: એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, પ્લેન બદલ્યા બાદ મુસાફરોને બેંગલુરુમાં તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ આ ઘટનાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, એર ઈન્ડિયાના A320neo પ્લેનમાં CFM લીપ એન્જિન હોય છે.

રિપોર્ટ અનુસાર, A320neo વિમાનના પાઇલટ્સને સવારે 9.43 વાગ્યે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એરક્રાફ્ટ ટેકઓફ થયાની મિનિટો બાદ એન્જિનમાં ખામી હોવાની માહિતી મળી હતી. સૂત્રોએ જણાવ્યું કે, વિમાનનું એન્જિન અચાનક હવામાં બંધ થઈ જતાં વિમાનના પાયલોટે ઉતાવળમાં સવારે 10.10 વાગ્યે વિમાનને મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ Cannes Film Festival 2022: ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ તથા હિના ખાને પોતાના કિલર લુકથી ચાહકોને ઇમ્પ્રેસ કર્યા- જુઓ તસ્વીર

આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, એર ઈન્ડિયા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને અમારા ક્રૂ આ પરિસ્થિતિઓને સંભાળવામાં સારી રીતે વાકેફ છે. અમારી એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ ટીમે તરત જ આ મુદ્દાને તપાસવાનું શરૂ કર્યું, જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ થયું. પ્રવક્તાએ કહ્યું કે, પ્લેન બદલ્યા બાદ મુસાફરોને બેંગલુરુ મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Aishwarya Rai Pregnant: ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલની આફ્ટર પાર્ટીમાં જોવા મળી, ફેન્સે કહ્યું- પ્રેગ્નન્ટ લાગે છે-જુઓ વાયરલ વીડિયો

Gujarati banner 01