USA puja for modi

Havan & Puja by supporters of PM Modi: પંજાબમાં PMની સુરક્ષામાં થયેલી ચૂર બાદ તેમના દીર્ઘાયુ માટે વિદેશમાં રહેતા ભારતીયોએ કરી પ્રાર્થના

Havan & Puja by supporters of PM Modi: અમેરિકાના ઓરેન્જ કાઉન્ટિના અનાહિમ મંદિર ખાતે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગૃપ ઉપરાંત અન્ય સંસ્થાના ઉપક્રમે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું

લોસ એન્જલસ, 2૦ જાન્યુઆરીઃ Havan & Puja by supporters of PM Modi: પંજાબમાં વડા પ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂક બાદ તેમના દીર્ઘાયુ માટે દેશભરમાં તો હોમ હવન પ્રાર્થના થયા જ હતાં. વિદેશમાં રહેતા ભારતીયોએ પણ યજ્ઞ અને પ્રાર્થનાના કાર્યક્રમ કર્યા હતા. અમેરિકાના ઓરેન્જ કાઉન્ટિ ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પંજાબમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા (Havan & Puja by supporters of PM) તે દરમિયાન તેમાન કાફલાને ૨૦ મિનિટ સુધી રોકી રખાયો હતો. આ બાબતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી મોટી ચૂક માનવામાં આવે છે. વડા પ્રધાનની મોટી ઘાત ટળી તેવું પણ મનાય છે ત્યારે ભારતમાં ભાજપ અને વડા પ્રધાન મોદીના સમર્થકો દ્વારા હોમહવન અને યજ્ઞ થયા હતા. બીજી તરફ અમેરિકાના ઓરેન્જ કાઉન્ટિના અનાહિમ મંદિર ખાતે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગૃપ ઉપરાંત અન્ય સંસ્થાના ઉપક્રમે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું.

Havan & Puja by supporters of Prime Minister Modi, Los angeles,

ઇન્ડિયન ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પી. કે. નાયક, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ, લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહ, પ્રણવ દેસાઇ, રાજુ દેસાઇ, આઇઍઍલઍના ચેરમેન મનમોહન ચોપ, અનિલ દેસાઇ તથા અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભારતીયો હાજર રહ્યા હતા. સર્વેઍ હોમ અને યજ્ઞમાં ભાગ લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તંદુરસ્તી જળવાઇ રહે અને દીર્ઘાયુ રહે અને તમામ પ્રકારે તેઓનું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરી હતી.

Havan & Puja by supporters of Prime Minister Modi, USA

આ પણ વાંચો…First corona vaccine for animals in india: પશુઓ માટે ભારતની પહેલી કોવિડ-19 વેક્સિન તૈયાર, 23 શ્વાન પર ટ્રાયલ સફળ

Gujarati banner 01