weather update

weather update: ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, કડકડતી ઠંડીની વચ્ચે આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી

weather update: વરસાદની આગાહીના કારણે માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ weather update: ગુજરાતમાં કડકડતી ઠંડીની વચ્ચે આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી (unseasonal rain) હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડી શકે છે. આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી (weather update) છે. વરસાદની આગાહીના કારણે માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. રવિપાકની સીઝન વચ્ચે વરસાદની આગાહીના કારણે ખેડૂતો (farmers) માં ચિંતામાં માહોલ છે. જોકે આ આગાહી 2 દિવસ માટે છે.. બે દિવસ પછી ગુજરામાં ફરી ઠંડીનું મોજુ ફરી વળશે. અને લઘુત્તમ તાપમાન 2થી 5 ડિગ્રી સુધી ઘટશે.

ત્યારે રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. અમદાવાદ (Ahmedabad) માં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યુ છે. ધુમ્મસને કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝીબિલિટી ઘટી ગઈ છે. 150 થી 200 મીટરના અંતર પર સ્પષ્ટ દ્રશ્યો જોવુ મુશ્કેલ બન્યું છે. 

આ પણ વાંચોઃ Havan & Puja by supporters of PM Modi: પંજાબમાં PMની સુરક્ષામાં થયેલી ચૂર બાદ તેમના દીર્ઘાયુ માટે વિદેશમાં રહેતા ભારતીયોએ કરી પ્રાર્થના

હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. જોકે, હાલ અનુભવાઈ રહેલું તાપમાન હજુ યથાવત રહેશે. પણ બે દિવસ બાદ ફરી ઠંડી (coldwave) વધવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે.

Gujarati banner 01