NASA

NASA prepares to send humans in moon: 50 વર્ષ પછી ફરી એકવાર NASAએ ચંદ્ર પર માનવીને મોકલવાની કરી તૈયારી, વાંચો

NASA prepares to send humans in moon: પ્રથમ વખત એક મહિલા અને એક અશ્વેતનો ક્રૂ મેમ્બર્સમાં સમાવેશ કરવામાં આવ્યો

નવી દિલ્હી, 04 એપ્રિલ: NASA prepares to send humans in moon: અમેરિકાની સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ 50 વર્ષ પછી ચંદ્ર પર મિશન મોકલવા માટે ચાર ક્રૂ મેમ્બર્સની જાહેરાત કરી છે. જેમાં પ્રથમ વખત એક મહિલા અને એક અશ્વેતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બધાને 2024ના અંતમાં કેનેડી સ્પેસ સેન્ટરમાંથી 10 દિવસના આર્ટિમિસ II મિશન પર ઓરિઓન કેપ્સ્યુલમાં મોકલવામાં આવશે. બધા સભ્યો ચંદ્રની પરિક્રમા કરશે અને પૃથ્વી પર પાછા ફરશે. તેના એક વર્ષ પછી ક્રૂના બે સભ્યોને ચંદ્ર પર ઉતારવામાં આવશે.

આ મિશનમાં કોણ કોણ છે સામેલ… 

ગયા વર્ષે આ પ્રોગ્રામ હેઠળ માનવરહિત ઓરિયન કેપ્સ્યુલને ચંદ્ર પર મોકલી પાછી લાવવામાં આવી છે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને પસંદ કરેલા સભ્યોને ‘માનવતાના ક્રૂ મેમ્બર’ ગણાવ્યા હતા.

આ મિશનમાં રીડ વાઈઝમેન, મિશન કમાન્ડર, વિક્ટર ગ્લોવર, નેવી પાઈલટ (આફ્રિકન-અમેરિકન), ક્રિસ્ટીના કોચ: અવકાશમાં સૌથી લાંબા સમય સુધી રહેનાર મહિલા, જેરેમી હેન્સન: કેનેડિયન રહેવાશી સામેલ છે. તેમનામાં પ્રથમ વખત અશ્વેત સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Twitter New logo: ટ્વિટરનો લોગો બદલ્યો, હવે ચકલીનો સ્થાન આ પ્રાણી લેશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો