New US travel advisory

New US travel advisory: ભારતમાં આતંકવાદ અને રેપથી બચવાની સલાહ-મહિલાઓને એકલા મુસાફરી ન કરવા ભલામણ

New US travel advisory: ભારતના સંદર્ભમાં પ્રવાસીઓને સૂચન કરવામાં આવ્યું હતું કે ભારતમાં આતંકવાદ અને રેપથી બચીને રહેવું

નવી દિલ્હી, 19 નવેમ્બરઃNew US travel advisory: અમેરિકાએ ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ કરતા નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. ભારતના સંદર્ભમાં પ્રવાસીઓને સૂચન કરવામાં આવ્યું હતું કે ભારતમાં આતંકવાદ અને રેપથી બચીને રહેવું. મહિલાઓએ દેશભરમાં ક્યાંક એકલા પ્રવાસ ન કરવો એવી ભલામણ એમાં કરવામાં આવી હતી.


અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઈઝરી(New US travel advisory) બહાર પાડી છે. એમાં આતંકવાદ અને બળાત્કારથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારત માટે અમેરિકાએ લેવલ-૨ કેટેગરીની એડવાઈઝરી બહાર પાડી છે. પાકિસ્તાન માટે લેવલ-૩ કેટેગરીની એડવાઈઝરી જારી કરવામાં આવી છે. પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું વિચારતા પ્રવાસીઓને ફેરવિચારણા કરવાની સલાહ એ એડવાઈઝરીમાં કરવામાં આવી છે.


ભારતમાં જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ ન કરવાની તાકીદ અમેરિકન પ્રવાસીઓને કરવામાં આવી છે. અમેરિકાની સત્તાવાર ટ્રાવેલ ગાઈડમાં કહેવાયું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા વધારે થાય છે એટલે ત્યાંનો પ્રવાસ કરવાનું સલાહભર્યું નથી. વળી, નાગરિકોમાં અશાંતિ હોવાથી પણ એ રાજ્યનો પ્રવાસ હિતાવહ નથી એવું કહેવાયું હતું. અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે નહીં, પરંતુ રાજ્ય તરીકે થયો છે.
આ પણ વાંચોઃ 3 agriculture bills withdrawn: આખરે ખેડૂતો સામે નમી સરકાર, પાછા ખેચ્યા ત્રણેય કૃષિ કાયદા

એડવાઈઝરીમાં કહેવાયું હતું કે ભારતમાં મહિલાઓની સુરક્ષા ગંભીર સ્તરે કથળેલી છે. મહિલાઓએ દેશભરમાં ક્યાંય પણ એકલાએ મુસાફરી ન કરવી એવી તાકીદ એમાં કરવામાં આવી છે. ભારત માટેની ટ્રાવેલ એડવાઈઝરી લેવલ-૨માં મૂકવામાં આવી હતી. તેનો અર્થ એવો થાય કે બહુ જ સાવધાની સાથે પ્રવાસ કરો. પાકિસ્તાનની એડવાઈઝરીને લેવલ-૩માં મૂકવામાં આવી હતી. તેનો અર્થ એવો થાય કે પ્રવાસમાં જવા બાબતે ફેરવિચારણા કરો.


અમેરિકન સરકાર ટ્રાવેલ એડવાઈઝરી અલગ અલગ લેવલ પ્રમાણે બહાર પાડે છે. લેવલ-૧ની ટ્રાવેલ એડવાઈઝરીનો અર્થ થાય છે – સામાન્ય સાવધાની સાથે પ્રવાસ કરો. લેવલ-ચારની એડવાઈઝરીનો અર્થ છે – પ્રવાસ કરવો બિલકુલ સલામત નથી.

Whatsapp Join Banner Guj