Elon musk

On Twitter Deal Hold: એલોન મસ્કનું એલાન: હાલ ટ્વીટરની ડીલ હોલ્ડ પર મુકવામાં આવી છે

On Twitter Deal Hold: જો એલોન મસ્ક આ ડીલમાંથી ખસી જશે તો ટ્વીટરની નવી ડીલની કિંમતમાં ઘટાડો થશે

અમદાવાદ , 13 મે: On Twitter Deal Hold: એલોન મસ્કે પોતાના ટ્વીટર ડીલને હોલ્ડ પર રાખી છે જોકે આ ડીલ હમેંશા માટે રોકવામાં આવી નથી. આ ડીલ થોડાક સમય માટે જ રોકવામાં આવી છે. એલોન મસ્કે ટ્વીટર પર ડીલને હોલ્ડ પર રાખવાનું કારણ સ્પેમ બતાવી છે. મસ્કે ગયા મહિનાની શરૂઆતમાં 44 અરબ ડૉલરમાં ટ્વીટર ખરીદવાની ડીલ કરી હતી.

મસ્કે ટ્વીટ કરીને જાણકારી આપી કે ટ્વીટર ડીલ (On Twitter Deal Hold) થોડાક સમય માટે રોકવામાં આવી છે. ટ્વીટરે એક ફાઇલિંગમાં જાણકારી આપવામાં આવી હતી કે તેમના પ્લેટફોર્મ પર ફક્ત 5 ટકા જ સ્પેમ એકાઉન્ટ છે. આ સોશિયલ માધ્યમ પર 22.9 કરોડ યુઝર્સ છે. એમના મોટા ભાગના લોકો રોજ ટ્વીટ કરીતા હોય છે. 

ડીલના રાસ્તે બોટ્સની અડચણ આવી મસ્કે આ વીક માં જ ડીલ માટે 7 અરબ ડૉલર સિક્યોર કર્યા છે જેથી તે 44 અરબ ડૉલરની આ ડીલને પુરા કરી શકે. ઍલોન ડીલ થવાના સમયથી જ પ્લેટફોર્મ પર રહેલા ફેક અને બૉટ એકાઉન્ટને રીમુવ કરવાની વાત કરી રહ્યા હતા. તેમણે ડીલના સમયે કહ્યું હતું કે જો આ ડીલ થશે તો તેની પ્રાથમિકતા પ્લેટફોર્મ પરથી બૉટ એકાઉન્ટ્સને રીમુવ કરવાની હશે. 

ટ્વીટરને પણ છે કેટલાક રિસ્ક 
આ મહિનાની શરૂઆતમાં કંપનીએ તેની ફાઇલિંગમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સોદો બંધ ન થાય ત્યાં સુધી તેઓ વિવિધ જોખમોનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જાહેરાત સાથે સબંધિત. 

કંપનીના શેરના ભાવ પણ માર્કેટમાં નીચા થયા 
ડીલ હોલ્ડ પર રાખવાની વાત ટ્વીટર આવવાથી જ ટ્વીટરના શેરના ભાવ ખુબ જ નીચા ગયા છે. પ્રિ માર્કેટ ટ્રેડિંગમાં જ કંપનીના શેર લગભગ 20 ટકા સુધી  નીચે ગયા હતા. કેટલાક દિવસ પહેલા જ એક ફર્મએ ટ્વીટર અને મસ્કની આ ડીલને લઈને કેટલીક અટકળો લગાવી હતી. 

જો એલોન મસ્ક આ ડીલમાંથી ખસી જશે તો ટ્વીટરની નવી ડીલની કિંમતમાં ઘટાડો થશે. જો કે ડીલ કેન્સલ થશે તો મસ્કને મોટી રકમ ચૂકવવી પડશે.

આ પણ વાંચો..12th Science Results: અમરેલી જિલ્લાનુ 77.94 ટકા પરિણામ, લાઠી કેન્દ્ર સમગ્ર રાજયમા પ્રથમ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *