CNG gas

Increase in prices of CNG PNG: ગુજરાત ગેસ દ્વારા ગુજરાતમાં CNG, PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો

Increase in prices of CNG PNG: આ ભાવ વધારાથી ગુજરાત ગેસ અને અદાણી ગેસના ભાવ CNG પૂરતા સરખા થઇ ગયા

અમદાવાદ, 14 મે: Increase in prices of CNG PNG: ગુજરાતની પ્રજા હજુ પેટ્રોલ, ડીઝલનના ભાવ વધારામાંથી બહાર નથી આવ્યા ત્યાં જ ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરી ગુજરાતની પ્રજા પર વધુ એક બોજ નાખવામાં આવ્યો છે. ગુજરાત ગેસે આજે CNGમાં પ્રતિ કિલો 2 રૂપિયા અને 60 પૈસા અને PNG 3 રૂપિયા અને 91 પૈસાનો ભાવવધારો કરી દીધો છે. આ ભાવ વધારાથી ગુજરાત ગેસ અને અદાણી ગેસના ભાવ CNG પૂરતા સરખા થઇ ગયા છે.

ગુજરાત ગેસના સીએનજીના (Increase in prices of CNG PNG) નવા ભાવ પ્રતિ કિલો 79.56થી વધીને 82.16 રૂપિયા જેટલો થયો છે અને પીએનજીમાં 3 રૂપિયા અને 91 પૈસાનો ભાવ વધારા સાથે 44.14થી વધી 48.50 પૈસા થઇ ગયા છે. અત્યાર સુધી સીએનજી વાહન ચાલકો ગુજરાત ગેસ સસ્તો હોવાને લીધે સીએનજી પૂરાવવાનું પસંદ કરતા હતા પરંતુ હવે બન્ને કંપનીના ભાવ એક સમાન થઇ ગયા હોવાથી વાહન ચાલકોને કોઈ લાભ મળશે નહીં.

અહીં નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી સતત વધી રહી છે તેવામાં ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજી ગેસમાં ભાવ વધારતા ફરી એક વખત મોંઘવારીનો ગ્રાફ ઉપર જશે અને લોકોને આ ભાવ વધારાનો માર સહન કરવો પડશે.

આ પણ વાંચો..On Twitter Deal Hold: એલોન મસ્કનું એલાન: હાલ ટ્વીટરની ડીલ હોલ્ડ પર મુકવામાં આવી છે.

Gujarati banner 01