Political instability in Iraq

Political instability in Iraq: શ્રીલંકા બાદ આ દેશમાં પણ રાજકીય અસ્થિરતા, સંસદ ભવન પર પ્રદર્શનકારીઓનો કબજો

Political instability in Iraq: ઈરાકમાં ભ્રષ્ટાચાર તથા કુશાસનથી પરેશાન જનતાએ સંસદ ભવનમાં કબજો જમાવ્યો અને સંસદ ભવનમાં તોડફોડ પણ કરી

નવી દિલ્હી, 28 જુલાઇઃ Political instability in Iraq: છેલ્લા કેટલાક મહિનાઓથી એશિયા તથા યુરોપના કેટલાક પ્રમુખ દેશોમાં રાજકીય અસ્થિરતાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે હવે આ યાદીમાં વધુ એક નામ પણ જોડાઈ ગયું છે. ઈરાકની રાજકીય સ્થિતિ પણ શ્રીલંકા જેવી બની રહી છે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં પણ ભારે હંગામા બાદ ત્યાં નવા રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનની ચૂંટણી સંપન્ન કરાઈ હતી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ પોતાના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું છે જ્યારે ઈટાલીના વડાપ્રધાને પણ પોતાનું પદ છોડવું પડ્યું છે. 

આ પણ વાંચોઃ GST E-Invoice: નાણાંમંત્રી લેખિતમાં કહ્યું- GST ઇ-ઇનવોઇસમાં છૂટ માટે કોઈ પ્રસ્તાવ નથી, તે યથાવત જ રહેશે

બુધવારે સેંકડો પ્રદર્શનકારીઓએ ઈરાકની રાજધાની બગદાદ ખાતે સંસદ ભવન પર કબજો જમાવ્યો હતો. જોકે ઈરાકમાં થઈ રહેલા પ્રદર્શનમાં જાન-માલનું કોઈ નુકસાન નથી નોંધાયુ. 

ઈરાકમાં ભ્રષ્ટાચાર તથા કુશાસનથી પરેશાન જનતાએ સંસદ ભવનમાં કબજો જમાવ્યો હતો. આ ઉપરાંત તેમણે સંસદ ભવનમાં તોડફોડ પણ કરી હતી. 

મૌલવી અલ-સદરના જૂથે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ઈરાકની સામાન્ય ચૂંટણીમાં 73 બેઠકો પર વિજય મેળવ્યો હતો. મૌલવી મુક્તદા અલ-સદરની પાર્ટી ઈરાકની સામાન્ય ચૂંટણીઓમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પરંતુ ઈરાકના રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી બહુમત ન મળવાના કારણે મુક્તદા અલ-સદરે સરકાર રચવાની વાતચીતથી અંતર જાળવ્યું હતું. તાજેતરના અહેવાલો પ્રમાણે ઈરાકમાં જે પ્રદર્શનો ચાલી રહ્યા છે તેના પાછળ મૌલવી અલ-સદરના સમર્થકોનો હાથ છે. 

આ પણ વાંચોઃ West bengal ssc scam:અર્પિતા મુખર્જીના વધુ એક ફ્લેટ પર EDના દરોડા, 29 કરોડ રોકડ અને 5 કિલો સોનું જપ્ત- જુઓ પૈસાનો વીડિયો

Gujarati banner 01