Nirmala

GST E-Invoice: નાણાંમંત્રી લેખિતમાં કહ્યું- GST ઇ-ઇનવોઇસમાં છૂટ માટે કોઈ પ્રસ્તાવ નથી, તે યથાવત જ રહેશે

GST E-Invoice: જીએસટી નેટવર્ક એટલે કે, જીએસટીએન એ કોમન જીએસટી પોર્ટલ પર તમામ બિઝનેસ ટુ બિઝનેસ ઈનવોઈસને અપડેટ કરવા જરૂરી કરી દીધું

બિઝનેસ ડેસ્ક, 28 જુલાઇઃ GST E-Invoice: જીએસટી અંતર્ગતના ઇ-ઇનવોઇસ માટેના નિયમો મુદ્દે ઉદ્યોગપતિઓને ભારે મોટો શોક લાગ્યો છે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે, ઇ-ઇનવોઇસમાં છૂટ આપવા મામલે કોઈ પ્રસ્તાવ નથી અને તે યથાવત જ રહેશે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે, હાલ જીએસટી અંતર્ગત ઈ-ઈનવોઈસ પર છૂટ આપવા માટેનો કોઈ જ પ્રસ્તાવ નથી.  

અગાઉ સરકારને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું ઉદ્યોગપતિઓને ઈ-ઈનવોઈસમાં છૂટ આપવા માટે કોઈ વિચારણા ચાલી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે 20 કરોડ રૂપિયાથી વધારેનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓ માટે ઈ-ઈનવોઈસ ફરજિયાત બનાવાયું છે. આ નિયમ 1 એપ્રિલ 2022થી લાગુ થયો છે. 

કઈ રીતે કામ કરે છે ઈ-ઈનવોઈસ

જીએસટી નેટવર્ક એટલે કે, જીએસટીએન એ કોમન જીએસટી પોર્ટલ પર તમામ બિઝનેસ ટુ બિઝનેસ ઈનવોઈસને અપડેટ કરવા જરૂરી કરી દીધું છે. આ સિસ્ટમ એક પોર્ટલ પરથી જીએસટી પોર્ટલ અને ઈ-વે બિલ પોર્ટલ પર રિયલ ટાઈમમાં ડેટા ટ્રાન્સફર કરે છે. તેવામાં ઈ-બિલ કાઢવા માટે કે જીએસટીઆર-1 રિટર્ન ફાઈલ કરવામાં અલગથી ડેટા ફીડ કરવાની જરૂર નથી રહેતી. 

આ પણ વાંચોઃ West bengal ssc scam:અર્પિતા મુખર્જીના વધુ એક ફ્લેટ પર EDના દરોડા, 29 કરોડ રોકડ અને 5 કિલો સોનું જપ્ત- જુઓ પૈસાનો વીડિયો

કઈ રીતે ઉપયોગી છે આ સિસ્ટમ

આ સિસ્ટમના ઉપયોગથી બિલના મિસમેચિંગની ઘટનાઓ અટકશે તથા ઉદ્યોગપતિઓ માટે રિટર્ન ફાઈલ કરવું તથા ઈનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઈમ કરવી સરળ બની જશે. ઉપરાંત ઈ-ઈનવોઈસિંગ સિસ્ટમના કારણે ટેક્સ અધિકારીઓ તરફથી ઓડિટિંગ કે સર્વેની આશંકાઓ પણ સમાપ્ત થઈ ગઈ છે કારણ કે, તમામ આંકડાઓ અને વિગતો ટ્રાન્ઝેક્શન લેવલ પર જ ઉપલબ્ધ થઈ જાય છે. 

આગામી વર્ષે 5 કરોડના ટર્નઓવર પર લાગુ થશે

આ સમગ્ર મુદ્દા સાથે સંકળાયેલા એક અધિકારીના કહેવા પ્રમાણે સરકાર આગામી વર્ષથી જીએસટી પર ઈ-ઈનવોઈસ સિસ્ટમને વાર્ષિક 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓ માટે પણ ફરજિયાત બનાવવા જઈ રહી છે. અગાઉ તે 500 કરોડના ટર્નઓવર પર હતું જેને ઘટાડીને 100 કરોડ અને પછી 50 કરોડ સુધી લાવવામાં આવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તેને ઘટાડીને વાર્ષિક 20 કરોડ રૂપિયાના ટર્નઓવર પર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ Voting Opportunity: યુવાનો માટે મતદાર યાદીનો ભાગ લેવા માટે વધુ તકો- વાંચો વિગત

Gujarati banner 01