joe biden tweet

Raids at US President house: સુપર પાવર ધરાવનાર રાષ્ટ્રપતિના ઘરે દરોડાથી હલચલ, વાંચો વિગતે….

Raids at US President house: જો બાઇડનના ઘરેથી વર્ગીકૃત દસ્તાવેજો મળી આવ્યા

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: Raids at US President house: અમેરિકામાં અત્યંત મહત્વના અને વર્ગીકૃત-ગુપ્ત દસ્તાવેજો સંબંધમાં ફરી એક વખત રાષ્ટ્રપતિ જો બાઈડનના વેલમિગ્ટન સ્થિત નિવાસે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ) એ દરોડા પાડી વધુ 6 ગુપ્ત દસ્તાવેજો હાથ કરતા હવે બાઈડનના કેટલાક સહાયક ઉચ્ચ અધિકારીઓ પર બરતરફીની તલવાર તોળાઈ રહી છે.

આ તમામ દસ્તાવેજો જો બાઈડન જયારે 1973થી 2009 દરમ્યાન અમેરિકાના સેનેટના સાંસદ હતા તે કાર્યક્રમના છે અને તેમાં કેટલીક હસ્ત લીખીત નોંધ પર છે. અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટના દ્વારા તપાસના ભાગરૂપે ડેલેવરના વેલમિંગ્ટન સ્થિત નિવાસે લગભગ 12 કલાક સુધી એફબીઆઈની દરોડાની કાર્યવાહી ચાલી હતી.

અગાઉ પણ ચાલુ માસમાં બાઈડનના અંગત નિવાસે દરોડા પડયા હતા જેમાં તેઓ 2009થી 2017 સુધી બરાક ઓબાસાના પ્રમુખપદના સમયમાં વાઈસ પ્રેસીડેન્ટ હતા તે સમયના દસ્તાવેજો હાથ થયા હતા. બાઈડને તેમના આવાસની તલાશી લેવા એફબીઆઈને સ્વૈચ્છીક મંજુરી આપી હતી પણ તલાશી વોરન્ટનો પણ આગ્રહ રાખ્યો ન હતો.

અત્યાર સુધીમાં 24 જેટલા ગુપ્ત દસ્તાવેજો મળી આવતા હવે વિપક્ષ રિપબ્લીકન પાર્ટીએ પ્રમુખ બાઈડન પર આક્રમણ તેજ બનાવ્યુ છે. હજું જોકે આ દસ્તાવેજોની હાલ કેટલી અગત્યતા છે તે તપાસ બાકી છે. અમેરિકાના કાનૂન મુજબ કોઈપણ ગુપ્ત દસ્તાવેજ 25 વર્ષ પછી સાર્વજનિક થઈ જાય છે. જો કે રાષ્ટ્રીય લશ્કરી દ્રષ્ટિએ મહત્વના દસ્તાવેજો માટે આ સમયસીમા લાગુ પડતી નથી.

આ પણ વાંચો: Road accident in today: સોમવારનો કાળો દિવસઃ અલગ-અલગ ઘટનાઓમાં આટલા લોકોના થયા મોત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો