Banner Rashmika chaudhari image 600x337 1

Human life: એકલ માવતર જ્યારે જવાબદારી પોતાના ખભે ઉપાડે છે ત્યારે….

“એકલ માવતર”(Human life)

Human life: જીવનમાં ક્યારે કઈ તકલીફ આવે એ કોઈ કહી નથી શકતું . જીવનમાં જ્યારે કોઈ એક વ્યક્તિને બેવડી જવાબદારી નિભાવી પડે ત્યારે એની પરીક્ષા ખૂબ થાય છે .

     એક નાના બાળકને જ્યારે એનાં મા-બાપ માંથી કોઈ એક મોટું કરતું હોય ત્યારે એ વ્યક્તિને એક નહીં પણ બે ભૂમિકા નિભાવવાની હોય છે . ઘર ચલાવવાની જવાબદારી , બાળકનું શિક્ષણ , પોષણ , એને પ્રેમ આપવાની જવાબદારી એ એક જ વ્યક્તિ પર આવી જાય છે . પોતાની તકલીફ દિલના કોઈ ખૂણામાં કેદ કરીને પોતાના બાળકનું જીવ રેડીને એ સિંચણ કરતાં હોય છે .

    એકલ માવતર જ્યારે જવાબદારી પોતાના ખભે ઉપાડે છે ત્યારે તકલીફ તો પડે છે પણ બધું હસતાં મુખે એ માવતર પોતાના સંતાન માટે સહન કરી લે છે . સુખ દુઃખ એકલાં સહન કરી લે છે . જો જીવન સાથી સાથે હોય તો સુખ દુઃખ વહેંચી શકાય છે પણ જીવનનાં પંથ પર કોઈ સાથી ન હોય ત્યારે રસ્તો કાપવામાં ઘણી મુશ્કેલ પડે છે . એ સતત મનમાં એ જ વિચાર છે કે મારા બાળકને ક્યારે એનાં મા કે બાપનો ખાલીપો ના લાગે . જો મા હોય અને બાપની છાયા ન હોય તો પણ એ એનાં બાળક માટે બધાંથી લડતાં નથી અચકાતી . તેવી જ રીતે બાપ હોય અને મા ન હોય તો પણ એનો ખાલીપો દૂર કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે . પોતાની જિંદગી ભૂલીને એ પોતાના બાળકની જિંદગીમાં રંગ પૂરે છે . એની જિંદગીમાં મેઘ ધનુષ્યના રંગની જેમ રંગીન બનાવે છે . પોતાના બાળક સાથે કોઈ અન્યાય ન થાય એ વિચારીને એ બીજું લગ્ન પણ નથી કરતું .

Advertisement

આ પણ વાંચો:Raids at US President house: સુપર પાવર ધરાવનાર રાષ્ટ્રપતિના ઘરે દરોડાથી હલચલ, વાંચો વિગતે….

બાળકનાં હાલરડાંથી લઈને સાઈકલ અને સાયકલથી લઈને ડિગ્રી સુધીની જવાબદારી એ હસતાં મુખે પૂરી કરે છે .એકલ માવતર દુનિયાની નજરમાં ભલે એક હોય પણ એમાં મા-બાપનું સમન્વય હોય છે . જે પોતાનાં બાળક સામે ક્યારે પણ રડતું નથી , હારતો નથી . જે બાળક માટે હંમેશા સુપરમેન હોય છે . જે બધું જ કરી શકે છે .

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *