Okha-Guwahati Express route change: ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન આ તારીખે પરિવર્તિત માર્ગથી ચાલશે
Okha-Guwahati Express route change: 14 જૂન ની ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગથી ચાલશે

રાજકોટ, 31 મે: Okha-Guwahati Express route change: ઉત્તર મધ્ય રેલવેના યમુના બ્રિજ અને આગરા ફોર્ટ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્ય માટે નૉન ઈન્ટરલોકિંગ કામને કારણે રાજકોટ ડિવિઝન માં થી પસાર થનારી ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગથી ચાલશે.
આ પણ વાંચો:- Amarsar railway crossing: અમરસર ફાટક મેન્ટેનન્સ કામગીરી માટે બે દિવસ 8 કલાક બંધ રહેશે
14 જૂનના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ બયાના-આગરા ફોર્ટ-ટૂંડલાને બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ વાયા બયાના-આગરા કેન્ટ-ઉદી મોડ-ઇટાવાના માર્ગે ચાલશે. આ ટ્રેન આગરા ફોર્ટ અને ટૂંડલા સ્ટેશનો પર નહીં જાય.
યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.