CM Bhupendra Patel

Big decision for housing scheme: આવાસ યોજનામાં રહેતા નાગરિકોના હિતમાં રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, મળશે ઘણી રાહત

Big decision for housing scheme: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્ય સરકારની ગ્રામીણ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય

સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક રૂ.૨૦૦ના એક સમાન દરથી ઘર વેરા આકારણીની વસુલાત થશે

ગાંધીનગર, 26 જૂન: Big decision for housing scheme: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક રૂ.૨૦૦ ઘર વેરા આકારણી પેટે લેવામાં આવશે.

BJ ADVT

રાજ્યની તમામ ગ્રામ પંચાયતોની હદમાં સરકારી સહાયથી બનેલા આવાસોની હાલની ઘર વેરા આકારણીના સમયગાળાથી આગામી ૪ વર્ષ માટે વાર્ષિક ૨૦૦ રૂપિયાના આ આકારણીના દર નક્કી કરવામાં આવ્યા છે. કોઈપણ ગ્રામ પંચાયત આ વાર્ષિક ૨૦૦ રૂપિયાના નિર્ધારિત દરથી વધારે રકમ વસૂલ કરી શકશે નહીં તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ચાર વર્ષ પછી આ આકારણી દરની રાજ્ય સરકાર સમીક્ષા હાથ ધરશે.

આ પણ વાંચો:- Rathyatra-2025: મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન જગન્નાથજીનાં ચરણોમાં પ્રાર્થના કરી

પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાઓના લાભાર્થીઓની આર્થિક સ્થિતિ નબળી હોય છે અને આવા લાભાર્થીઓને પોતીકા આવાસ બાંધકામ માટે પણ સરકાર આર્થિક સહાય આપીને ‘ઘરના ઘર’નું સપનું સાકાર કરવા સરકાર પડખે ઊભી રહે છે.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતા રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રોમાં સરકારી સહાયથી બનેલા આવાસો માટે એક સમાન એટલે કે, વાર્ષિક રૂ.૨૦૦ના દરે ઘર વેરા આકારણી કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે લાખો ગ્રામીણ ગરીબ પરિવારોને ઘર વેરા આકારણીની રકમમાં મોટી રાહત મળશે. રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ્ય વિકાસ વિભાગે આ નિર્ણય અંગેનો ઠરાવ પણ જારી કર્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો