Rushikesh Patel

Increase in traveling allowance: બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં વધારો કરાયો જાણો વિગત

રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને રૂ. ૨૫૦૦ પ્રતિ માસ કરાયું

google news png

ગાંધીનગર, 02 જુલાઈ: Increase in traveling allowance: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને કાયદા-ન્યાયતંત્ર મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના ન્યાયતંત્ર હેઠળ ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક રૂ. ૨૦૦ના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ (F.T.A.)માં રાજ્ય સરકારના અન્ય સંવર્ગો મુજબ વધારો કરીને રૂ. ૨,૫૦૦ ખાસ ભથ્થુ મંજૂર કરવામાં આવું છે.

આ પણ વાંચો:- Bag ATM: બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ

ગુજરાત રાજ્ય જ્યુડીશીયલ બેલીફ મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્યના ન્યાયિક ખાતામાં ફરજ બજાવતાં તમામ બેલીફ કર્મચારીઓના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં તા. ૦૧ જુલાઇ, ૨૦૨૫થી વધારો કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય સરકાર પર માસિક રૂ. ૩૪.૭૭ લાખ તથા વાર્ષિક રૂ. ૪.૧૮ કરોડનું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે.

BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો