swami viditatmanand ji

Swamiji ni vani Part-33: હીન મૂલ્યો જ માણસને હીન, અપ્રામાણિક બનાવે છે….

ધર્મ ડેસ્ક: Swamiji ni vani Part-33: પ્રત્યેક મનુષ્યના જીવનમાં ઉત્કૃષ્ટ ધ્યેય હોવું જોઈએ, ઉત્કૃષ્ટ મૂલ્યો માટેનું મૂલ્ય હોવું જોઈએ. પછી સંજોગો પ્રમાણે કદાચ મૂલ્યોનું પાલન ન થાય તો એમાં એટલી બધી હાનિ નથી, પરંતુ મનમાં સભાનતા અવશ્ય હોવી જોઈએ કે ‘આજે આ મૂલ્યનું પાલન હું કરી શક્યો નથી, કારણ કે મારામાં હજી એવી શક્તિ આવી નથી. સાચું બોલું તો નોકરી જતી રહે. નોકરીનો ત્યાગ કરવા જેટલી, રસ્તા ઉપર રખડતા થઈ જવાની મારામાં શક્તિ નથી.’ પરંતુ આપણે નોંધ લેવી જોઈએ કે આજે અમુક મૂલ્યોનો ભોગ આપવો પડ્યો.

આવું થાય ત્યારે શુદ્ધ હૃદયથી ભગવાનને કહેજો :

અવશ્ય આપણે આંતરિક બળ તો પ્રાપ્ત કરવું જ પડશે, નહીં તો આ યુગમાં ટકી નહીં શકીએ અને સાથોસાથ પોતાની યોગ્યતા કરતાં વધારે મેળવવાની ઝંખના કે તૃષ્ણા હશે તો તે પણ છોડી દેવી પડશે.

આ પણ વાંચો:- Swamiji ni vani Part-32: શું માત્ર ધન-સંપત્તિથી આપણને સંતોષ થવાનો છે? વિચારજો જરૂરથી..

શ્રીશંકરાચાર્યજી કહે છે : હે મૂઢ મનુષ્ય, ધનની તૃષ્ણાનો ત્યાગ કર, તારા મનને તૃષ્ણારહિત બનાવ અને પછી ઈશ્વરનું ચિંતન કર. તું ધનનો ત્યાગ ન કરે તો પણ વધુ અને વધુ ધનની જે તૃષ્ણા છે તેનો અવશ્ય ત્યાગ કર. મનમાં જ્યાં સુધી તૃષ્ણા છે ત્યાં સુધી મન લોભ, લાલચને વશ થવાનું. જ્યાં તૃષ્ણા છે, લોભ છે ત્યાં ચોરી થવાની જ, અપ્રામાણિકતા રહેવાની જ. કોઈ માણસ ગરીબ હોય, ખાવા-પીવાનાં તેને ફાંફાં હોય, તે કદાચ ચોરી કરે તો તે સમજી શકાય, ચલાવી પણ લેવાય.

પણ આજે તો જેની પાસે ખૂબ બધું હોય, કોઈ વાતની મણા ન હોય તે પણ ચોરી કરતા હોય તેમ જણાય છે. એમની ચોરી કરવાની પદ્ધતિ સુધરેલી હોય. ગરીબ માણસ ચોરી કરવા બદલ પોલીસનો માર ખાય, જ્યારે પેલો ધનવાન ચોરી કરવા છતાંય સમાજમાં પૂજાય. ક્યારેક આપણને લાગે કે જેની પાસે વધારે હોય છે તે વધારે ચોરી કરતા હોય છે.

શા માટે ?
તૃષ્ણા, લોભ, અસંતોષ – આ હીન મૂલ્યોના સેવનથી માણસ અપ્રામાણિક બને છે. હીન મૂલ્યો જ માણસને હીન, અપ્રામાણિક બનાવે છે. તેથી શ્રીશંકરાચાર્યજી મહારાજ કહે છે : તારા પ્રામાણિક પ્રયત્નથી જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી તું પ્રસન્ન રહે.

આ બધાં વલખાં શાને માટે ? જો તું ભૂખે મરતો હોય, રસ્તે રઝળતો હોય તો વાત જુદી છે. પરંતુ ભગવાનની કૃપાથી બે વાર જમવાનું મળતું હોય, રહેવા માટે મકાન હોય, તારો વ્યવહાર ચાલતો હોય તો પછી હીન મૂલ્યોનું સેવન શા માટે ?
તેથી વિચાર કરવાની આવશ્યકતા છે કે જીવનમાં શું જોઈએ છે ? શેને માટે જીવન છે ? શ્રેય અને પ્રેય વચ્ચેની પસંદગી મનુષ્ય સામે સતત આવતી જ હોય છે.

Rakhi Sale 2024 ads

શ્રેય એટલે જેનાથી કલ્યાણ થાય અને પ્રેય એટલે જે પ્રિય લાગતું હોય. જગતના વિષયો આપણી ઇન્દ્રિયોમાં આવેગ ઉત્પન્ન કરતા હોય છે, તેમનામાં સુખનો આભાસ જણાતો હોય છે અને તેથી મનુષ્ય તેમના પ્રત્યે આકર્ષાય છે. પરંતુ સ્થૂળ વિષયોના સ્થૂળ ઉપભોગ માટે આપણને માનવની ઉપાધિ નથી મળી.

માનવની ઉપાધિ તો કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય સિદ્ધ કરવા માટે ઈશ્વર દ્વારા આપણને અપાયેલી ભેટ છે. આપણો જીવન-રથ શ્રેયના માર્ગે દોરાવો જોઈએ, પ્રેયના માર્ગે નહીં. આવો વિવેક જીવનમાં હોવો જોઈએ. અર્થાત્‌ આ પ્રકારનો વિવેક હશે તો નાનાં પ્રલોભનોથી આપણે નહીં ભોળવાઈ જઈએ અને તો પછી પેલાં મૂલ્યોનો ભોગ આપવાની આવશ્યકતા નહીં રહે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *