Shahibag Underbridge Update: શાહીબાગ અંડરબ્રિજ આંશિક સમયગાળા માટે બંધ રહેશે
Shahibag Underbridge Update: શાહીબાગ અંડરબ્રિજ આંશિક સમયગાળા માટે બંધ રહેશે
અમદાવાદ, 18 માર્ચ: Shahibag Underbridge Update: પશ્ચિમ રેલ્વે, અમદાવાદ મંડળ દ્વારા અમદાવાદ શહેરમાં શાહીબાગ ખાતે આવેલ અંડરબ્રિજ ઉપરથી પસાર થતી રેલ્વે ટ્રેક પર આવશ્યક મરામત અને સશક્તિકરણ (સ્ટ્રેન્થનીંગ)નું કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી અંતર્ગત ટ્રેકના નીચે તથા ઉપરના ભાગે મજબૂતીકરણ સાથે જર્જરીત પ્લેટોને દૂર કરી નવી પ્લેટો સ્થાપિત કરવામાં આવશે.
ઉક્ત કામગીરી તા. 19/03/2026 થી તા. 28/03/2026 દરમિયાન દરરોજ બપોરે 12:00 થી 17:00 વાગ્યા સુધી તેમજ રાત્રે 00:00 થી સવારે 05:00 વાગ્યા સુધી કરવામાં આવશે. આ દરમિયાન શાહીબાગ અંડરબ્રિજના તમામ પ્રવેશ તથા નિકાસ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
કાર્ય દરમ્યાન નીચે મુજબ ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે:
1. Shahibag Underbridge Update: દિલ્હી દરવાજા તથા સુભાષ બ્રિજ તરફથી આવતો ટ્રાફિક (એરપોર્ટ/ગાંધીનગર તરફ): આ વાહનો સુભાષ બ્રિજના છેડે શિલાલેખ ફ્લેટ થઈ રિવરફ્રન્ટનો ઉપયોગ કરી ડફનાળા દ્વારા એરપોર્ટ તથા ગાંધીનગર તરફ જઈ શકશે.
2. એરપોર્ટ/ગાંધીનગર તરફથી આવતો ટ્રાફિક:
આ વાહનો ડફનાળા અને રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરી પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશે. ઉપરાંત અસારવા, ગીરધરનગર, દિલ્હી દરવાજા તથા કાલુપુર તરફ જવા માટે શાહીબાગ થઈ મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરી મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.
આ પણ વાંચો:- Veraval-Bandra Special Train: વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા
3. ગીરધરનગર/અસારવા તરફથી આવતો ટ્રાફિક:
એરપોર્ટ/ગાંધીનગર તરફજતાં વાહનો શાહીબાગ થઈ એનિક્સી, ગાયત્રી મંદિર થઈ અને આર્મી કન્ટોનમેન્ટ થઈ એરપોર્ટ તેમજ ઇન્દિરા બ્રિજ ગાંધીનગર તરફ જઈ શકાશે.
આથી તમામ નાગરિકો તેઓ નિર્ધારિત સમયગાળા દરમિયાન વિકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી સહકાર આપે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
