Heatwave

Orange Alert: અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ જાહેર

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

અમદાવાદ, 11 મે: Orange Alert: ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા 11 મેથી 17મે સવારના 8:30 વાગ્યા સુધી એટલે કે આગામી સાત દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર,11મેથી 14મે સુધી હીટવેવની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 15મેથી 17 મે સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તારીખ 11 મેથી 17 મેની સવાર સુધી મહત્તમ તાપમાન 43થી 45 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27થી 30 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

QR hot day scan

IMD દ્વારા અમદાવાદ શહેરમાં આગામી સાત દિવસ માટે 6 ઝોનના 19 વોર્ડમાં કરેલી તાપમાનની આગાહી તેમજ શહેરના જે તે વિસ્તારના મહત્તમ તાપમાનને આધારે આવનાર ત્રણ દિવસ માટે 48 હોટસ્પોટ વિસ્તારો જાહેર કરેલા છે.

આ QR કોડના આધારે હોટસ્પોટની સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં બપોરના 12થી 5 વાગ્યા સુધી નોંધાનાર મહત્તમ તાપમાનની માહિતી મળશે. અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલાં તાપમાનના અનુસંધાને અ.મ્યુ.કો. દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા નીચે મુજબની કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવે છે.

ગરમીથી બચવા આ બાબતોની કાળજી રાખવી

બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.

  • પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ જેમ કે, પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
  • તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ.
  • તીખુ ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો.
  • ચા,કોફી અને સોડા વાળા પીણા પીવાનું ટાળવુ.
  • બહાર જતી વખતે છત્રી, ટોપી/સ્કાર્ફ નો ઉપયોગ કરવો.
  • બપોરે 12 થી 4 કલાક દરમિયાન શક્ય હોય તો બહાર નીકળવાનું ટાળવું.
  • લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડા પહેરવા.
  • કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
  • નાના બાળકો -વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.*
💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

અતિશય ગરમીના લીધે લૂ લાગવાના લક્ષણો નીચે મુજબ છે.

  • ગરમીની અળાઈઓ.*
  • ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.*
  • માથાનો દુઃખાવો,ચક્કર આવવા.*
  • ચામડી લાલ -સૂકી અને ગરમ થઈ જવી.*
  • સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી.*
  • ઉબકા અને ઉલ્ટી થવી. *