Geratpur Railway Overbridge

Geratpur Railway Overbridge: ગેરતપુર રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ

  • ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને માર્ગ કનેક્ટિવિટી મજબૂત બનાવવા ગેરતપુર રેલ્વે ઓવરબ્રિજ પ્રોજેક્ટની કામગીરી તેજ કરવાની સૂચના

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

અમદાવાદ, 10 જુલાઈ: Geratpur Railway Overbridge: અમદાવાદ શહેરને તબક્કાવાર રેલ્વે ફાટકમુક્ત બનાવવાના આયોજનને વધુ ગતિ આપવા તેમજ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડીને માર્ગ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આજે ગેરતપુર ખાતે પ્રસ્તાવિત રેલ્વે ઓવરબ્રિજ (ROB)ના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.

આ સ્થળ મુલાકાત દરમિયાન કમિશનરએ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે પ્રસ્તાવિત રેલ્વે ઓવરબ્રિજ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. પ્રોજેક્ટના વિવિધ તકનીકી પાસાઓ, માર્ગ જોડાણ, ટ્રાફિકની હાલની અને ભાવિ જરૂરિયાતો તેમજ કામગીરીના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રોજેક્ટની અમલીકરણ
પ્રક્રિયા વધુ અસરકારક અને સમયબદ્ધ રીતે આગળ વધે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- Rajkot Lalkuan Special Train: રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા

કમિશનરએ અધિકારીઓને આગામી તબક્કાની કાર્યવાહી ઝડપી ગતિએ હાથ ધરવા, વિવિધ વિભાગો વચ્ચે જરૂરી સંકલન જાળવી રાખવા તેમજ પ્રોજેક્ટને સમયસર આગળ વધારવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. શહેરના વિકાસને વધુ ગતિ આપતા આવા માળખાગત પ્રોજેક્ટો પૂર્ણ થતાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે, રેલ્વે ફાટકો પર થતો સમયનો બગાડ ઘટશે તેમજ માર્ગ કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનશે, જેના પરિણામે નાગરિકોને વધુ સુરક્ષિત, ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે.