JMC Janmashtami 4

જામનગરમાં કોરોનાના કહેર ને લઈને સાદાઈ થી જન્માષ્ટમીની કરવામાં આવી ઉજવણી…

JMC Janmashtami 3

રિપોર્ટ:જગત રાવલ
આખું વિશ્વ આજે નંદ લલ્લા, બાલગોપાલ ભગવાન શ્રી ક્રુષ્ણ ભગવાન ના જન્મદિવસ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર માં પણ કોરોના કહેર વચ્ચે ભગવાન શ્રી ક્રુષ્ણ ની જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે

JMC Janmashtami 4

   કોરોના ના કહેર વચ્ચે પણ  આખું વિશ્વ આજે કૃષ્ણમયી બની અનેકવિધ કાર્યક્રમ થી ભગવાન શ્રી ક્રુષ્ણ ની ભક્તિ કરે છે ત્યારે જામનગર માં પણ કોરોના નો કહેર યથાવત છે દિવસે ને દિવસે કોરોના ના કેસ વધતાં જાય છે તેમ છ્તા આજે ક્રુષ્ણ જન્માષ્ટમી ના દિવસે જામનગર માં કૃષ્ણભક્તો દ્વારા સાદાઈ થી આ ઉજવણી કરવામાં આવી રહી છે જામનગર ના શ્રી 5 નવતનપુરી ધામ પ્રણામી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેર ના મુખ્ય માર્ગો પર ભગવાન શ્રી ક્રુષ્ણ ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું

JMC Janmashtami

હાલ કોરોના કહેર વચ્ચે સરકાર ના નિયમ પ્રમાણે કોઈપણ જાતના ડીજે કે બેંડબાજા અને ભક્તો વગર માત્ર બે વ્યક્તિ ઑ સાથે જ ભગવાન શ્રી ક્રુષ્ણ ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું શહેર ના હવાઈચોક વિસ્તાર માં આવેલ પ્રણામી સંપ્રદાય ના નવતન પૂરી ધામ મંદિરે થી પ્રણામી સંપ્રદાય ના ક્રુષ્ણમણિજી મહારાજ દ્વારા આ શોભાયાત્રા ને પ્રસ્થાન કરવવામાં આવી હતી અને સમગ્ર શહેર ના મુખ્ય માર્ગો પર ફરી ને આ જ મંદિરે શોભાયાત્રાને વિરામ કરવવામાં આવશે

JMC Janmashtami 2