સ.સં. ૧૧૮૭ મહિલા કર્મયોગી દિવસ 2

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી કરાઈ

સ.સં. ૧૧૮૭ મહિલા કર્મયોગી દિવસ 2

જિલ્લાના કર્મનિષ્ઠ સફાઈ કામદાર બહેનોનું શાલ ઓઢાડીને કરાયું સન્માન

રાજકોટ તા. ૧૧, ઓગસ્ટ – મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યનું મહિલા અને બાળ વિકાસ વિભાગ કાર્યશીલ પ્રયાસો સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણના મંત્રીશ્રી વિભાવરીબેન દવેના માર્ગદર્શન હેઠળ ” મહિલા સશક્તિકરણ પખવાડીયા ” ની ઉજવણી કરીને મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર બનવાની પ્રેરણા પુરી પાડવામાં  આવી રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલના નેજા હેઠળ “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી કરીને કર્મનિષ્ઠ સફાઈ કામદાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સ.સં. ૧૧૮૭ મહિલા કર્મયોગી દિવસ 1

           બહુવિધ મોરચે લડાઈ લડીને અસાધારણ ક્ષેત્રમાં પણ પોતાની ક્ષમતા અને યોગ્યતાનો પરચો બતાવીને મહિલાઓ અનેક સફળતાઓ પ્રાપ્ત કરી રહી છે. આર્થિક રીતે પગભર બનીને પરિવારનો મજબુત સહારો બની રહી છે. ત્યારે આવા મહિલા કર્મયોગીને સન્માન આપવા રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા કર્મયોગી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

           આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા સેવા સદન – ૩ માં કાર્ય કરતાં સફાઈ કામદાર મહિલાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રોત્સાહનરૂપે તેમને ભેટ પણ આપવામાં આવી હતી. સાથો સાથ સફાઈ કામદાર બહેનોને મહિલાલક્ષી યોજનાની માર્ગદર્શિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.   

સંકલન:ગુજરાત માહિતી બ્યુરોરાજકોટ