a9cfc6b2 7a22 40ec 8696 20e9d3f9cc5c

Gujarat corona update: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ, 10 દર્દીઓના મોત

Gujarat corona update

ગાંધીનગર, 30 માર્ચઃ આજે રાજ્યના વિવિધ(Gujarat corona update) જિલ્લામાં કુલ 2220 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 1988 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 10 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 3,05,338 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,88,565 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,510 પર પહોંચ્યો છે.

ADVT Dental Titanium

અત્યાર સુધીમાં કુલ 47,45,494 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,43,855 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. આમ કુલ 53,89,349 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,59,057 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 11,107 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.રાજ્યમાં કોવિડ-19 ના 2220 દર્દીઓ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 1988 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 94.51 ટકા જેટલો છે.

Whatsapp Join Banner Guj

રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,88,565 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,263 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 147 છે. જ્યારે 12,116 લોકો સ્ટેબલ છે. 4,510 લોકોનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 613 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા જિલ્લામાં 257, સુરત જિલ્લામાં 644 અને રાજકોટ જિલ્લામાં 207 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં 5 કોરોના દર્દીના મોત થયા છે. સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે એમ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 10 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.

આ પણ વાંચો…

રાજય સરકારે કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો અમલ સમય લંબાવ્યો, 15 એપ્રિલ સુધી રાત્રિ કરફ્યુ(night curfew) યથાવત