PPF સહિત અન્ય બચત યોજના(Bcahat yojana)ઓ પર વ્યાજદરમાં કાપનો નિર્ણય સરકારે પાછો લીધો, પહેલાની જેમ મળશે ફાયદો- નાણામંત્રીએ આપી જાણકારી

Bcahat yojana

નવી દિલ્હી, 01 એપ્રિલઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે કરેલી આ જાહેરાત બાદ કરોડો લોકોને રાહત મળવાની છે.નાની બચત યોજનાઓ (Bcahat yojana) પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી.

સરકારે 31 માર્ચના રોજ PPF, સુકન્યા સમૃદ્ધિ જેવી તમામ નાની બચત યોજનાઓ(Bcahat yojana)ના વ્યાજદર પર ઘટાડાની જાહેરાત કરી હતી અને આજે આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારના આ નિર્ણયની જાહેરાત પોતાના ટ્વિટર એકાઉન્ટથી આપી. નાણામંત્રીએ લખ્યું કે ભારત સરકારની નાની બચત યોજનાઓ પર વ્યાજદર એ જ રીતે મળતું રહેશે જે 2020-21ના છેલ્લા ત્રિમાસિકમાં મળતું હતું. એટલે કે માર્ચ 2021 સુધી જે વ્યાજદર મળતું હતું તે જ રીતે વ્યાજ મળતું રહેશે. ગઈ કાલે બહાર પાડવામાં આવેલો આદેશ પાછો ખેંચવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે, નાની બચત યોજનાઓને સરકાર દર ત્રિમાસિક પર નોટિફાય કરે છે. બુધવારે સરકારે નાણાકીય વર્ષ 2021ના પહેલા ત્રિમાસિક એટેલે કે 1 એપ્રિલથી લઈને 30 જૂન 2021 સુધી મળનાર વ્યાજદરોને રિવાઈઝ કર્યા હતા. સરકારે બુધવારે પાંચ વર્ષીય સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કિમના વ્યાજ દર પણ 0.9 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરી નાખ્યા હતા. જો કે હવે જૂના વ્યાજદર જ લાગુ રહેશે. 

ADVT Dental Titanium

પહેલીવાર સેવિંગ્સ ડિપોઝિટના વ્યાજદર 0.5 ટકા ઘટાડીને 3.5 ટકા વાર્ષિક કરાયા જે પહેલા 4 ટકા વાર્ષિક મળતા હતા. હવે નવી જાહેરાત મુજબ જૂના વ્યાજદર જ લાગુ રહેશે. બુધવારે બાલિકાઓ માટે બચત યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજદર 2021-22ના પહેલા ત્રિમાસિક માટે 0.7 ટકા ઘટાડીને 6.9 ટકા કરી નાખવામાં આવ્યો હતો. 

Whatsapp Join Banner Guj

કિસાન વિકાસ પત્ર પર વાર્ષિક વ્યાજ દર 0.7 ટકા ઓછો કરીને 6.2 ટકા કરવામાં આવ્યો હતો. હવે તેના પર પહેલાની જેમ જ 6.9 ટકાના દરે વ્યાજ મળતું રહેશે. નાણા મંત્રાલયે 2016માં વ્યાજદર ત્રિમાસિક આધાર પર નક્કી કરવામાં આવી હોવાની જાહેરાત કરતા કહ્યું હતું કે નાની બચત યોજનાઓ પર વ્યાજ સરકારી બોન્ડના પ્રતિફળ સાથે જોડાયેલું રહેશે. 

આ પણ વાંચો….

Vaccination: આજથી 45 વર્ષથી ઉપરના લોકોને મળશે રસી, મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણથી સલામત રહેવા દેશના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનમાં જોડાવા અપીલ…