Covid vaccine edited e1623412455619

Vaccination: આજથી 45 વર્ષથી ઉપરના લોકોને મળશે રસી, મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણથી સલામત રહેવા દેશના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનમાં જોડાવા અપીલ…

Vaccination

ગાંધીનગર, 01 એપ્રિલઃ આજથી ગુજરાતમાં 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી(Vaccination) અપાશે. કોરોના રસીકરણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને આહ્વાન કર્યું છે. સાથે જ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને આહ્વાન કર્યું છે. ગુજરાતના તમામ લોકો રસીકરણ મહાઅભિયાનમાં જોડાય તે માટે અપીલ કરીને કહ્યું કે, રસીકરણ મહાઅભિયાનથી કોરોના હારશે, ગુજરાત જીતશે. 

નીતિન પટેલે (nitin patel) કહ્યું કે, સમગ્ર દેશમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને કરફ્યૂની મુદત વધારવામાં આવી છે. રોજગારી ધંધા ચાલુ રહે તે પણ ધ્યાન રાખી રહ્યા છે. જાહેર જમાવડા ન થાય તે માટે ગુજરાતના અલગ અલગ શહેરોના કમિશ્નરો પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. આવામાં જાહેર જનતાને માસ્ક પહેરવા અપીલ કરું છું. વિધાનસભા સચિવાલયમાં હજારો નાગરિકો કામ કરવામાં માટે આવતા હોય છે. ગઈ કાલે જે ટેસ્ટ કર્યા છે તેમાં ઘણા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. ત્યારે અહીં કામ વગર કોઈ નાગરિક ન આવે તેવી અપીલ કરું છું. 

ADVT Dental Titanium

તો બીજી તરફ, ગુજરાતમાં વેક્સિનેશન ધીમી ગતિએ ચાલતું હોવાથી પીએમઓમાં નારાજગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આથી જ હવે વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઇ છે. આગામી દિવસોમાં કોઇપણ ભોગે ગુજરાતમાં કોરોનાને ફરી કાબૂમાં લઇ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે. 

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રવેશનાર લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. આજથી RTPCR ટેસ્ટ વગર ગુજરાતમાં પ્રવેશ નહિ મળે. રાજ્ય બહારથી આવતા લોકોએ RTPCR બતાવવો પડશે. રાજસ્થાન, MP, મહારાષ્ટ્રથી આવતા લોકોને હવે ગુજરાતમાં એન્ટ્રી પહેલા ટેસ્ટ બતાવવો પડશે. RTPCR ટેસ્ટ નેગેટિવ આવશે તેને જ ગુજરાતમાં પ્રવેશ મળશે.

આ પણ વાંચો…

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) ભરુચની મુલાકાતે, સીએમએ ધર્મપત્ની સાથે કરી માતા નર્મદાની પૂજા