આ દેશની સેક્સ વર્ક્સ હડતાલ(prostitutes strike) પર ઉતરી, કહ્યું-પ્રાથમિક ધોરણે અમને કોરોનાની વેક્સિન આપો..!
નવી દિલ્હી, 08 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં વરસી રહ્યો છે. તો બીજી તરફ મોટાભાગના દેશોએ વેક્સિનેશન એટલે કોરોનાની રસીકરણની પ્રક્રિયા શરુ કરી દીધી છે. બ્રાઝીલ દેશની સેક્સ વર્કરો હડતાલ(prostitutes strike) પર ઉતરી છે. છેલ્લા સાત દિવસથી તેઓએ પોતાનો વ્યવસાય બંધ કરી નાખ્યો છે તેમજ તેમણે સરકાર પાસે માંગણી મૂકી છે કે તેઓ ફ્રન્ટલાઈન વર્કર હોવાને કારણે તેમને પ્રાથમિક ધોરણે વેક્સિન આપવી જોઈએ.
બ્રાઝીલના દક્ષિણ-પૂર્વ શહેર બેલો હોરિજોન્ટેમાં સેક્સ વર્કર્સ એક સપ્તાહના ધરણાં પર બેઠી છે. તે શહેરમાં જ કોરોના મહામારીને જોતા હોટલો બંધ કરી દેવામાં આવી હતી. જેના પગલે તેમને ભાડે રૂમ રાખવા પડ્યા હતા. આથી તેમનો ખર્ચ ઘણો વધી ગયો. આમ બ્રાઝિલ દેશ માં સેક્સ વર્કરોને પ્રાથમિક ધોરણે વેક્સિન જોઈએ છે.
આ પણ વાંચો….