Corona vaccine: 18 વર્ષથી વધારે વયના લોકો માટે આ તારીખથી ઓનલાઇન રજીસ્ટેશન શરુ…વાંચો સંપૂર્ણ માહિતી

18 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી(Corona vaccine) મૂકાવવા માટે 24 એપ્રિલથી કોવિન એપ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે

નવી દિલ્હી, 22 એપ્રિલઃ દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાના ગ્રાફ પર લગામ લગાવવા માટે ભારત સરકારે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 1 મેથી કોરોના રસી(Corona vaccine) મૂકવાની મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય અધિકારીઓની સાથે ઓનલાઈન બેઠક બાદ પીએમ મોદીએ આ મહત્વનો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી મૂકાવવા માટે 24 એપ્રિલથી કોવિન એપ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 1 મેથી રસીકરણ શરૂ થશે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ કહ્યું હતું કે ગત એક વર્ષથી સરકાર પૂરેપૂરી કોશિશ કરી રહી છે કે દેશમાં વધુમાં વધુ લોકોને રસી (Corona vaccine)આપવામાં આવે. આથી અમે હવે રસીકરણ પ્રક્રિયામાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે. 1 મેથી કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થશે અને આ દિવસે 18 વર્ષતી વધુ ઉંમરના લોકોને પણ કોરોના રસી આપવામાં આવશે. 

ADVT Dental Titanium

નોંધનીય છે કે, કોરોનાની રસી મુકાવવા માટે, સરકારી હેલ્થ સેન્ટર્સની સાથે સાથે પ્રાઈવેટ હોસ્પિટલ્સ પણ સામેલ કરવામાં આવી છે. એટલે કે તમને તમારી પસંદના સેન્ટર પર જઈને રસી મૂકાવવાનો વિકલ્પ મળશે.

આ પણ વાંચો…

કોરોના મુક્ત(corona free) થયેલી દર્દીએ હોસ્પિટલની સારવાર અને હેલ્થકેર વર્કરોનો અનોખી રીતે આભાર વ્યક્ત કર્યો..!