Cyclone Tauktae in Gujarat: વાવાઝોડામાં થયેલા નુકસાન વિશે, સીએમ રુપાણીએ આપી વિગતે માહિતી
ગાંધીનગર, 18 મેઃ Cyclone Tauktae in Gujarat: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે ખુબ નુકસાન પણ થયું છે. સીએમ રુપાણીએ માહિતી આપતા જણાવ્યું કે, વાવાઝોડા(Cyclone Tauktae in Gujarat) દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. તો અનેક જગ્યાએ વાવાઝોડાને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયા છે. લાઇટોને નુકસાન પહોંચ્યું છે. રાજ્યભરમાં 5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2101 ગામમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. 165 સબસ્ટેશનને નુકસાન પહોંચ્યું છે. 950 ટુકડીઓ ઈલેક્ટ્રિસિટી શરૂ થાય તે માટે કામ કરી રહી છે. રાજ્યમાં આવતીકાલ સુધીમાં તમામ લાઈટો શરૂ થઈ જશે.

રાજ્ય(Cyclone Tauktae in Gujarat)માં અનેક જગ્યાએ લાઇટના થાંભલા પણ તૂટી ગયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તે તમાં થાંભલા બદલવામાં આવશે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, 425 કોવિડ હોસ્પિટલમાંથી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલી છે. જેમાંથી 39 હોસ્પિટલમાં કામ ચાલુ છે. રાજ્યમાં 674 રસ્તાઓ બંધ થયા હતા તેમાંથી 562 શરૂ કરી દેવામાં આવ્યા છે. અન્ય રસ્તા ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે. ઉમરગામમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 96 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટે કામગીરી કરશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું નુકસાનવ થયું છે. ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવસે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ દાવો કર્યો કે આપણે વાવાઝોડા(Cyclone Tauktae in Gujarat)માંથી હેમખેમ બહાર નિકળી ગયા છીએ. નાના કર્મચારીઓથી લઈને તમામ અધિકારીઓએ રાત-દિવસ કામ કર્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી સતત સંપર્કમાં છે અને ગુજરાતની ચિંતા કરી રહ્યા છે. તો મુખ્યમંત્રી અદિકારીઓ અને મંત્રીઓ સાથે વાવાઝોડાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા માટે પણ જશે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવતીકાલે હવાઈ નિરીક્ષણ સાથે સ્થળ નિરીક્ષણ કરે તેવી સંભાવના છે.
આ પણ વાંચો……