Meeting with PM: મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ યોજી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક
ગાંધીનગર, 19 મેઃMeeting with PM: પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જેમાં રાજ્યના સીએમ વિજય રુપાણી તેમની સાથે હતા.

આ પણ વાંચો….

