કોરોનાની ત્રીજી લહેર સામે લડશે 1 લાખ વોરિયર્સ, પીએમ મોદીએ ફર્ન્ટ લાઇન વર્કર્સ(Covid 19 Frontline workers)ને આપ્યો આ મંત્ર- જુઓ વીડિયો
નવી દિલ્હી, 18 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોથી કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વોરિયર્સ (Covid 19 Frontline workers) માટે વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવેલ પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે સાવધાની સાથે આવનાર પડકારોને પહોંચી વળવા માટે આપણે દેશની તૈયારીઓને વધુ મજબૂત કરવી પડશે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશમાં લગભગ 1 લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ(Covid 19 Frontline workers) તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં આપણે જોયું કે વાયરસની બદલાતું સ્વરૂપ કેવી રીતે નવા પડકારો આપણી સામે લાવી શકે છે આ વાયરસ આપણી વચ્ચે હજુ પણ છે અને તેના મ્યુટેડ થવાની પણ સંભાવના છે.
પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારીએ વિજ્ઞાન, સરકાર, સમાજ, સંસ્થા અને વ્યક્તિગત રૂપે પોતાની ક્ષમતાઓ વધારવા માટે સતર્ક કર્યા છે. કોરોના સામે લડી રહેલ હાલની ફોર્સને સહકાર આપવા માટે દેશમાં લગભગ 1 લાખ યુવાઓને પ્રશિક્ષિત કરવાનું લક્ષ્યાંક મુકવામાં આવ્યું છે. આ ફોર્સ 2-3 મહિનામાં સંપૂર્ણ રીતે તૈયાર થઇ જશે.
પીએમ મોદીએ કહ્યું કે આ અભિયાનથી કોરોના સામે લડી રહેલ આપણા હેલ્થ સેક્ટરના ફ્રન્ટલાઈન(Covid 19 Frontline workers) હેલ્થ વર્કર્સને નવી ઉર્જા મળશે અને આપણા યુવાનો મારે રોજગારની નવી તકો ઉભી થશે. છેલ્લા 7 વર્ષમાં દેશમાં નવા એઇમ્સ, નવી મેડિકલ કોલેજો, નવી નર્સિંગ કોલેજોના નિર્માણ પર ભાર મુકવામાં આવ્યો. આમાંથી ઘણા તો કામ કરતા પણ થઇ ગયા છે.
પીએમ મોદીએ કહ્યું કે ફ્રન્ટલાઈન વર્કર્સ(Covid 19 Frontline workers)ના ખાસ પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારોને નિઃશુલ્ક ટ્રેનિંગ, સ્કિલ ઇન્ડિયાનું સર્ટિફિકેટ, રહેવા જમવાની સુવિધા, કામ પર પ્રશિક્ષણની સાથે સ્ટાઈપેન્ડ અને પ્રમાણિત ઉમેદવારોને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમો પણ આપવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે ગામડાઓમાં સંક્રમણ ફેલાતું રોકવા માટે અંતરિયાળ વિસ્તારોમા, પર્વતીય અને આદિવાસી વિસ્તારોમાં રસીકરણ અભિયાનને સફળતા પૂર્વક ચલાવવામાં આપણી આશા, એએનએમ, આંગણવાડી અને ગામમાં તૈનાત સ્વાસ્થ્યકર્મિઓની મોટી ભૂમિકા રહી છે. કોરોના હેલ્થ કેર ફ્રન્ટલાઈન વર્કર્સ(Covid 19 Frontline workers)ને ખાસ પ્રશિક્ષણ કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઉમેદવારો ડીએસસી, એસએસડીએમની વ્યવસ્થા હેઠળ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સ્વાસ્થ્ય સુવિધાઓ અને હોસ્પિટલોમાં કામ કરી શકશે.
આ પણ વાંચો….