Gujarat Corona Update: રાજ્યમાં કોરોના 262 કેસ નોંધાયા, રિકવર રેટ 97.90 ટકાએ પહોંચ્યો

ગાંધીનગર, 18 જૂનઃ ગુજરાતમાં કોરોનાના કેસો(Gujarat Corona Update)માં સતત હવે ઘટાડો થઇ રહ્યો છે એવામાં બીજી લહેર ધીમી પડતા જનતાને મોટી રાહત થઇ છે. ત્યારે આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા છે તો નવા 5 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 776 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.90 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,04,668 દર્દીઓ કોરોના(Gujarat Corona Update)ને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,023 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 55 હજાર 046 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 7 હજાર 230 એક્ટિવ કેસો, 198 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 7 હજાર 32 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 10,023 એ પહોંચી છે.

જો કે બીજી બાજ કોરોનાની બીજી લહેર ધમી પડતા જ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા રાજકીય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. શહેરના નહેરુનગર સર્કલથી ઝાંસી કી રાનીના પૂતળા સુધી આ પદયાત્રા યોજવામાં આવી.

Whatsapp Join Banner Guj

જ્યાં  ઝાંસી કી રાનીને વિરાંજલી અર્પણ કરવામાં આવી. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે આ પ્રકારના કાર્યક્રમ યોજવાની સરકારની મનાઈ હોવા છતાં ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ.

આ પણ વાંચો….

કોરોનાની ત્રીજી લહેર સામે લડશે 1 લાખ વોરિયર્સ, પીએમ મોદીએ ફર્ન્ટ લાઇન વર્કર્સ(Covid 19 Frontline workers)ને આપ્યો આ મંત્ર- જુઓ વીડિયો