aam adami party

Gujarat AAP: પાર્ટીના પ્રદેશ આગેવાનો અને તેમના પરિવાર ઉપર વારંવાર થતા હુમલાઓ રોકવા અને સલામતી પૂરી પાડવાની રજૂઆત!

Gujarat AAP: CM વિજય રૂપાણીના નેતૃત્વ ઉપર અમો ભરોસો કરીએ છીએ કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કે તેમના પરિવાર ઉપર અસામાજિક તત્વો હુમલાઓ ના કરે તે અંગે પૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે

અહેવાલઃ અનિલ વનરાજ

સુરત, 05 જુલાઇઃ Gujarat AAP: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી તેમજ મહેશ સવાણી સહિતના નેતાઓ ઉપર વારંવાર હુમલાઓ કરવાની અનેક ધટનાઓ બની આવી છે. અત્યાર સુધીના દરેક હુમલામાં પકડાયેલ કે ઓળખાયેલા અસામાજિક તત્વોનું સતાધારી ભાજપ પક્ષ સાથે કનેક્શન હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ ઉપર છાસવારે હિંસક હુમલાઓ કરવા તે સદંતર અયોગ્ય અને અસ્વીકાર્ય છે. આમ આદમીના રામ ધડુંકે જણાવ્યું હતું કે વિચારધારાની લડાઈમાં હિંસાને કોઈ સ્થાન હોવું જોઈએ નહિ આમ આદમી પાર્ટીની ટીમની રજુઆત છે કે, અત્યાર સુધી બનેલ હુમાંલાઓની ઘટનાઓની તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ પાર્ટી(Gujarat AAP)ના પ્રદેશના નેતાઓને સલામતી પૂરી પાડવામાં આવે અને તેમના પરિવારના સભ્યોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે.

તેવોએ વધુમાં જણાવ્યું હતું કે CM વિજય રૂપાણીના નેતૃત્વ ઉપર અમો ભરોસો કરીએ છીએ કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કે તેમના પરિવાર ઉપર અસામાજિક તત્વો હુમલાઓ ના કરે તે અંગે પૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે જો અમારી ઉપરોક્ત માંગણીને ગંભીરતાથી ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમો આમ આદમી પાર્ટી અહિંસાના માર્ગે શાંતિથી સરકાર સામે પ્રદર્શન કરવા ની ચીમકી પણ આપવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Suicide: માણાવદરના સોની વેપારીએ પોતાની દુકાનમાં આપઘાત કર્યો, વાંચો સંપૂર્ણ વિગત