Helpline number: ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર- આ રીતે કરશે સહાય

Helpline number: CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામીજી સાથે ટેલીફોનીક વાતચીત કરી

ગાંધીનગર, 19 ઓક્ટોબરઃ Helpline number: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ માં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામીજી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.


ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
*આ હેલ્પ લાઇન
079 23251900
નંબર પર ઉત્તરાખન્ડમાં અટવાયેલા ગુજરાત ના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે

આ પણ વાંચોઃ Recruitment of teachers one year exemption: ગુજરાતમાં શિક્ષકોની મોટા પાયા પર થશે ભરતી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે વય મર્યાદામાં એક વર્ષની છૂટ

Whatsapp Join Banner Guj