Mansukh mandavia

Corona variant AY.4.2: કોરોનાના AY.4.2 વેરિઅન્ટથી સરકાર ચિંતિત, આરોગ્ય મંત્રીએ કહ્યું- સરકારની નજર આ મામલે છે અને તપાસ થઇ રહી છે

Corona variant AY.4.2: સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે ભારતીય તબીબી સંશોધન પરિષદ અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રની ટીમ પર વિભિન્ન પ્રકારનુ અધ્યયન અને વિશ્લેષણની જવાબદારી છે

નવી દિલ્હી, 26 ઓક્ટોબરઃ Corona variant AY.4.2: ભારતમાં AY.4.2 નામક કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદથી સરકારની સાથે-સાથે લોકોની ચિંતા પણ એકવાર ફરીથી વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે વાત કરતા કહ્યુ કે સરકારની નજર આ મામલે(Corona variant AY.4.2) છે અને દરેક સ્તરે આની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે ભારતીય તબીબી સંશોધન પરિષદ અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રની ટીમ પર વિભિન્ન પ્રકારનુ અધ્યયન અને વિશ્લેષણની જવાબદારી છે.

બીજી તરફ ડબ્લ્યુએચઓ દ્વારા કોવેક્સિનની મંજૂરી પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ડબ્લ્યુએચઓ પાસે એક સિસ્ટમ છે જેમાં ટેકનિકલ એક કમિટી છે જેણે કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે જ્યારે બીજી કમિટીની આજે બેઠક છે. આજની મીટિંગના આધારે કોવેક્સિનની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Arvind kejriwal: દિલ્હી સીએમ કેજરીવાલનુ એલાન, દિલ્હીથી અયોધ્યા સુધી ફ્રી થશે તીર્થયાત્રા, વાંચો શું કહ્યું મુખ્યમંત્રીએ?

આ સિવાય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે વડા પ્રધાન આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ તમામ સ્વાસ્થ્ય સેવા સુવિધાઓથી યુક્ત બે કંટેનર સ્થાપિત કરવામાં આવશે. જેમને મુશ્કેલ સ્થિતિમાં એક સ્થળથી બીજા સ્થળ પર લઈ જવાશે. માંડવિયાએ જણાવ્યુ કે દરેક કંટેનરમાં 200 બેડની ક્ષમતા હશે અને તેમને દિલ્હી અને ચેન્નઈમાં સ્થાપિત કરવામાં આવશે. આ કંટેનરને મુશ્કેલ સ્થિતિમાં હવાઈ માર્ગથી અથવા ટ્રેન દ્વારા લઈ જઈ શકાય છે.

તેમણે કહ્યુ કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય સેવાના ક્ષેત્ર પ્રત્યે પ્રતીકાત્મક નથી, પરંતુ સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. તેમણે કહ્યુ કે કોવિડ-19 વૈશ્વિક મહામારીએ સ્વાસ્થ્ય સેવા સંબંધી બુનિયાદી માળખામાં સુધારો કરવાનો અવસર આપ્યો છે અને આ માટે 64,000 કરોડ રૂપિયાના રોકાણની સાથે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન ની શરૂઆત કરવામાં આવી.

Whatsapp Join Banner Guj