Arvind kejriwal Image

Arvind kejriwal: દિલ્હી સીએમ કેજરીવાલનુ એલાન, દિલ્હીથી અયોધ્યા સુધી ફ્રી થશે તીર્થયાત્રા, વાંચો શું કહ્યું મુખ્યમંત્રીએ?

Arvind kejriwal: કેજરીવાલે કહ્યુ કે અત્યારે ભગવાન શ્રી રામ મેળાના દર્શન કર્યા છે હુ ભગવાનને પ્રાર્થના કરૂ છુ પોતાના દેશ માટે, તમામ દેશવાસી હંમેશા ખુશ રહે સૌનુ મંગલ થાય

નવી દિલ્હી, 26 ઓક્ટોબરઃArvind kejriwal: દિલ્હી મુખ્યમંત્રી સરકાર હવે અયોધ્યા તીર્થ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે જેની જાહેરાત આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અયોધ્યામાં ભગવાન રામ લલાના દર્શન કર્યા બાદ કરી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે બે દિવસીય પ્રવાસ દરમિયાન અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં કાલે મોડી સાંજે સરયૂ નદી પર આરતી કરી તો આજે હનુમાનગઢી પર દર્શન પૂજન બાદ રામલલાના દરબારમાં હાજરી આપી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind kejriwal) કહ્યુ કે અત્યારે ભગવાન શ્રી રામ મેળાના દર્શન કર્યા છે હુ ભગવાનને પ્રાર્થના કરૂ છુ પોતાના દેશ માટે, તમામ દેશવાસી હંમેશા ખુશ રહે સૌનુ મંગલ થાય. કોરોના વાયરસ દેશમાંથી ખતમ થઈ જાય. તમામ લોકો સુખ શાંતિથી જીવે અને અમારા દેશનો ખૂબ વિકાસ થાય એવી હુ ભગવાનને પ્રાર્થના કરૂ છુ. આજે મને ભગવાનના દર્શન કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે હુ ઈચ્છુ છુ આ સૌભાગ્ય દરેક ભારતવાસીને પ્રાપ્ત થાય. દરેક ભારતવાસીને અવસર મળે તમામ ઈચ્છે છે કે અહીં આવીને દર્શન કરે. હુ સામાન્ય માણસ છુ પરંતુ ભગવાને અમે ઘણુ બધુ આપ્યુ છે મને જે કંઈ પણ મળ્યુ છે મારી પાસે જે પણ ક્ષમતા છે અને મારી પાસે જે પણ સાધન અને તાકાત છે તેનો સૌથી વધારે ઉપયોગ અહીં દર્શન કરાવવા માટે કરીશ. હુ ઈચ્છુ છુ કે સૌથી વધારે લોકોને સૌભાગ્ય મળે અવસર મળે અને જેટલી પણ મદદ હુ કરી શકુ છુ તે હુ કરીશ.

આ પણ વાંચોઃ Privatized 13 airports by government: એર ઈન્ડિયાનો સોદો કર્યા બાદ સરકાર વધુ 13 એરપોર્ટનુ ખાનગીકરણ કરશે

Whatsapp Join Banner Guj