PM modi meets pope francis: PM મોદી વેટિકનમાં પોપ ફ્રાન્સિસને મળ્યા, ભારત આવવા માટે આપ્યુ આમંત્રણ
PM modi meets pope francis: ઈટાલીના પીએમ મારિયો ડ્રેગીએ વેટિકન સિટીની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપ્યુ
નવી દિલ્હી, 30 ઓક્ટોબરઃ PM modi meets pope francis: જી-20 દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈટાલી પહોંચેલા પીએમ મોદી આજે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા ગણાતા પોપ ફ્રાન્સિસને મળવા માટે વેટિકન સિટી પહોંચ્યા હતા.
પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત યાત્રાએ આવવા માટે આમંત્રણ આપ્યુ છે. તે્મણે કહ્યુ હતુ કે, અમારી વચ્ચે દુનિયામાંથી ગરીબી નાબૂદી તેમજ ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.
આ પણ વાંચોઃ Vibrant gujarat summit 2022: જાન્યુઆરીમાં યોજાશે વાઈબ્રન્ટ સમિટ,વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ થઇ શરુ
પીએમ મોદી અને પોપ ફ્રાન્સિસની મુલાકાત પર ભારતના ખ્રિસ્તી સમુદાયની પણ નજર હતી. પીએમ મોદીએ વેટિકન સિટીના વિદેશ મંત્રી કાર્ડિનલ પિએત્રો પારોલિન સાથે પણ મુલાકાત કરી હતી.
પીએમ મોદી 31 ઓક્ટોબર સુધી ઈટાલીના પ્રવાસે છે. તેમને ઈટાલીના પીએમ મારિયો ડ્રેગીએ વેટિકન સિટીની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપ્યુ હતુ. આજે સાંજે તેઓ જી-20 શિખર સંમેલનના સ્વાગત કાર્યક્રમ અને સામૂહિક ફોટોશૂટ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.

