LOC Landline blast: LOC પર લેન્ડમાઈન બ્લાસ્ટ થયો, નૌશેરામાં પેટ્રોલિંગ કરી બે જવાન શહીદ-એક જવાનની હાલત ગંભીર

LOC Landline blast: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાનની સરહદે આવેલી નિયંત્રણ રેખા (LOC) નજીક પેટ્રોલિંગ કરી રહેલી સેનાની ટીમ લેન્ડમાઇન બ્લાસ્ટની ઝપેટમાં આવી ગઈ

શ્રીનગર, 31 ઓક્ટોબરઃLOC Landline blast: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાનની સરહદે આવેલી નિયંત્રણ રેખા (LOC) નજીક પેટ્રોલિંગ કરી રહેલી સેનાની ટીમ લેન્ડમાઇન બ્લાસ્ટની ઝપેટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. ઘાયલમાં સામેલ એક લેફ્ટનન્ટ અને એક જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય એક જવાનની હાલત નાજુક છે.

નાની બહેનના લગ્ન 29 નવેમ્બરે છેએકમાત્ર પુત્રના મોતથી માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો સતત બેહોશ થઈ રહ્યા છે. લેફ્ટનન્ટ ઋષિ કુમારની શહીદ થયાની માહિતી મળતા જ, બેગુસરાયમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું. પરિવારમાંથી ઋષિ તેની બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો. શહીદ જવાનનો પરિવાર બહેનના 29 નવેમ્બરે યોજનારા લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા. જેમાં બહેનના લગ્ન હોવાને કારણે જવાન આગામી 22 નવેમ્બરે ઘરે પણ આવવાના હતા.

આ પણ વાંચોઃ IND Vs NZ T20 World Cup: આજે ભારતે સેમિ ફાઈનલની આશા જીવંત રાખવા ન્યૂઝિલેન્ડને હરાવવું પડશે- સાંજે 7.30 શરુ થશે મેચ

Whatsapp Join Banner Guj