Mangalsutra ad controversy

Mangalsutra ad controversy: મંગળ સૂત્રની વિવાદીત જાહેરાત 24 કલાકમાં પાછી ખેંચી લેવાની ગૃહ મંત્રીએ સવ્યસાચીને આપી ધમકી- જાણો શું છે મામલો?

Mangalsutra ad controversy: સવ્યસાચીએ પોતાનુ નવુ જ્વેલરી કલેક્શન તાજેતરમાં લોન્ચ કર્યુ હતુ.જોકે આ માટે જે પ્રકારના ફોટા ઉપયોગમાં લેવાયા હતા તે જોઈને લોકો ભડકી ગયા

મુંબઇ, 31 ઓક્ટોબરઃMangalsutra ad controversy: ફેશન ઇન્ડરસ્ટ્રીના જાણીતા ડિઝાઈનર સવ્યસાચીએ મંગળસૂત્રની વિવાદાસ્પદ એડ બનાવીને મુસીબત વહોરી લીધી છે.

સવ્યસાચી સામે હિ્નદુ ધર્મની પરંપરાનુ અપમાન કરવાના આરોપ લાગી રહ્યા છે.આ એડમાં સવ્યસાચીએ એક મોડેલને અન્ડરગારમેન્ટ સાથે મંગળસૂત્ર પહેરેલી દર્શાવી હતી.આ જ્વેલરી કલેક્શનને લઈને હવે મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા ભડકયા છે.

તેમનુ કહેવુ છે કે, મેં આ એડ જોઈ છે અને તે ઘણી વાંધાજનક છે.ઘરેણાઓમાં મંગળસૂત્રનુ સૌથી વધુ ધાર્મિક મહત્વ છે.એવી માન્યતા છે કે, મંગળસૂત્રોનો પીળો હિસ્સો મા પાર્વતી છે અને કાળો હિસ્સો ભગવાન શંકર.તેનાથી લગ્ન જીવન સુખમય રહે છે.

આ પણ વાંચોઃ LOC Landline blast: LOC પર લેન્ડમાઈન બ્લાસ્ટ થયો, નૌશેરામાં પેટ્રોલિંગ કરી બે જવાન શહીદ-એક જવાનની હાલત ગંભીર

તેમણે કહ્યુ હતુ કે ,તમામ ચેતવણી પછી પણ હિન્દુ ચિન્હો સાથે છેડછાડ કરવાનુ ચાલુ રહ્યુ છે.હું વ્યક્તિગત રીતે સ્વયસાચીને ચેતવણી આપુ છું કે, આ એડ 24 કલાકમાં હટાવી દે , નહીંતર કેસ કરવામાં આવશે અને અલગથી ફોર્સ મોકલવામાં આવશે.

આ પહેલા આશુતોષ દુબે નામના વ્યક્તિએ સવ્યસાચીને આ નોટિસ ફટકારી છે.જેના પગલે હવે ડિઝાઈનરની મુશ્કેલીઓ વધી શકે છે.ઉલ્લેખનીય છે કે, સવ્યસાચીએ પોતાનુ નવુ જ્વેલરી કલેક્શન તાજેતરમાં લોન્ચ કર્યુ હતુ.જોકે આ માટે જે પ્રકારના ફોટા ઉપયોગમાં લેવાયા હતા તે જોઈને લોકો ભડકી ગયા હતા.

Whatsapp Join Banner Guj