This road will be closed for two days in Ahmedabad: આવતીકાલે PM મોદીની ગુજરાત મુલાકાતે, અમદાવાદીઓ માટે બે દિવસ આ રસ્તા રહેશે બંધ- વાંચો વિગત

This road will be closed for two days in Ahmedabad: પીએમ મોદીની આ બે દિવસીય મુલાકત દરમિયાન તેઓ 11 માર્ચના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહાપંચાયત સમ્મેલનને સંબોધીત કરશે

અમદાવાદ, 10 માર્ચઃThis road will be closed for two days in Ahmedabad: વડાપ્રધાન મોદી આગામી 11 અને 12 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને ગુજરાત પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ અત્યારથી જ સતર્ક થઈ ગઈ છે અને અમદાવાદમાં જે બે જગ્યાએ પીએમ મોદી મુલાકાત લેવાના છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા સેક્ટર એકના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રાજેન્દ્ર અસારી દ્વારા કહેવામાં આવ્યું કે 5500 જેટલા પોલીસ જવાનોને વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં ફરજ પર મૂકવામાં આવ્યા છે. પીએમ મોદીની આ બે દિવસીય મુલાકત દરમિયાન તેઓ 11 માર્ચના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહાપંચાયત સમ્મેલનને સંબોધીત કરશે. આ કાર્યક્રમની થીમ ‘મારુ ગામ મારુ ગુજરાત’ એવી રાખવામાં આવી.

વડાપ્રધાનની મુલાકાતને ધ્યાને રાખી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ આ માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.

આ પણ વાંચોઃ Assembly poll results effect on stock market:પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામથી શેરબજારમાં આવી તેજી, રોકાણકારોમાં ખુશીનો માહોલ

  • દફનાળા ચાર રસ્તાથી એરપોર્ટ સર્કર્લ થી ઇન્દિરા બ્રિજ સર્કલ થી નોબેલ ટી સુધીનો વિસ્તાર
  • સંજીવની હોસ્પિટલ ટી થી વસ્ત્રાપુર તળાવ થી અંધજન મંડળ ચાર રસ્તા થી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી હયાત હોટલ
  • હિમાલ્યા મોલ ટી થી ત્યાંથી સંજીવની હોસ્પિટલ ટી થી શહીદ ચોક થી માનસી ચાર રસ્તા તથા સંજીવની થી ગુરુદ્વારા ચાર રસ્તા
  • સરદાર પટેલ બાવલા થી સ્ટેડિયમ 6 રસ્તા તથા ઇનકામટેક્ષ ચાર રસ્તા થી સ્વસ્તિક ચાર રસ્તા તથા લખુડી સર્કલ થી સ્ટેડિયમ છ રસ્તા તથા કોમર્સ સર્કર્લ થી સ્ટેડિયમ છ રસ્તા સુધીનો માર્ગ.
  • વાડજ સ્મશાન ગૃહથી આંબેડેકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ
  • આ દરમિયાન કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.

વૈકલ્પિક માર્ગનો કરવો પડશે ઉપયોગ
સંજીવની હોસ્પીટલથી માનસી ચાર રસ્તા, કેશવબાગથી ડાબી બાજુવળી અંધજન મંડળ ચાર રસ્તા થી જમણી બાજુ વળી પાંજરાપોળ ચાર રસ્તા થઇ ગુલબાઈ ટેકરા ટી થી દાદાસાહેબ પગલા ચાર રસ્તા થઇ વિજય ચાર રસ્તા થઇ હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.