stock market

Assembly poll results effect on stock market:પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામથી શેરબજારમાં આવી તેજી, રોકાણકારોમાં ખુશીનો માહોલ

Assembly poll results effect on stock market: શેર માર્કેટના તજજ્ઞોનું માનવુ છે કે, ભાજપ માટે સકારાત્મક માર્કેટમાં ફરીથી તેજી આવી છે

બિઝનેસ ડેસ્ક, 10 માર્ચઃ Assembly poll results effect on stock market: પાંચ રાજ્યોની ચૂંટણી રોકાણકારો માટે ખુશીના સમાચાર લઈને આવી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા વિધાનસભાના ચૂંટણીના પરિણામ ધીરે ધીરે આવી રહ્યાં છે. મતોની ગણતરી શરૂ થઈ છે, અને ધીરે ધીરે સીટમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. આ વચ્ચે શેરમાર્કેટે એક્ઝિટ પોલ માટે સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. પરિણામના શરૂઆતના ટ્રેન્ડે શેરબજારે વધાવ્યુ છે. 5 રાજ્યોના ચૂંટણી પરિણામ વચ્ચે શેરબજારમાં તેજી આવી ગઈ છે. 

શેર માર્કેટના તજજ્ઞોનું માનવુ છે કે, ભાજપ માટે સકારાત્મક માર્કેટમાં ફરીથી તેજી આવી છે. નિફ્ટી 16700 ઉપર પહોંચી ગયુ છે, વિધાનસભા ચૂંટણીના પરિણામના દિવસે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1200 અંકથી વધ્યુ છે.

આ પણ વાંચોઃ Home son-in-law practice: આ ગામમાં દીકરીઓ લગ્ન પછી લાવે છે ઘર જમાઇ, 400 પરિવારોમાં આ રીતે થયા છે દીકરીના લગ્ન- વાંચો આ ગામ વિશે

2022માં યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિત કુલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ પર સૌની નજર છે. તો શેરબજાર પણ સવારથી પરિણામો પર નજર રાખીને બેસ્યુ છે. કુલ 7 તબક્કામાં આ ચૂંટણીઓનું વોટિંગ થયું. આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થશે.

મતગણતરી શરૂ થતાની સાથે જ પાંચેય રાજ્યોમાં પંજાબમાં આમ આદમી પાર્ટી શરૂઆતના ટ્રેડિંગમાં આગળ જણાઈ રહી છે, જ્યારે યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ આગળ છે. આખાય ટ્રેડિંગમાં કોંગ્રેસ ક્યાંય દેખાતું નથી. જ્યારે યુપીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.