Manish sisodia statement on Jitu vaghani: જીતુ વાઘાણીના વિવાદિત નિવેદન પર રાજકારણ ગરમાયું, વાંચો દિલ્લીના શિક્ષણમંત્રીનું નિવેદન
Manish sisodia statement on Jitu vaghani: ગઇકાલે ગુજરાતના શિક્ષણ પ્રધાને ગુજરાતના લોકોને ધમકી આપી ‘‘જેને સારૂ શિક્ષણ જોઇએ, તે દિલ્લી જતા રહે’’
ગાંધીનગર, 07 એપ્રિલઃ Manish sisodia statement on Jitu vaghani: શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના શિક્ષણ પરના નિવેદન પર દિલ્લીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદીયાએ ટ્વિટ કરીને વાર કર્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ગઇકાલે ગુજરાતના શિક્ષણ પ્રધાને ગુજરાતના લોકોને ધમકી આપી ‘‘જેને સારૂ શિક્ષણ જોઇએ, તે દિલ્લી જતા રહે’’. ભાજપ 27 વર્ષે પણ સારૂ શિક્ષણ નથી આપી શક્યું. લોકોને ગુજરાત છોડવાની જરૂર નથી.
ગુજરાતમાં ‘‘આપ’’ની સરકાર લાવો અને ગુજરાતમાં જ દિલ્લી જેવું શાનદાર શિક્ષણ મેળવો. ગઈકાલે જીતુ વાઘાણીએ દિલ્લીની શિક્ષણનીતિ પર આડકતરા પ્રહાર કર્યા અને આજે જ આમ આદમી પાર્ટીના નેતાઓ ટ્વિટ કરી જીતુ વાઘાણી પર વાર કરી રહ્યા છે.
શિક્ષણ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.ગઈકાલે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી કટાક્ષ કરતા એવું બોલી ગયા કે જેમને જે રાજ્ય કે દેશનું શિક્ષણ ગમતું હોય ત્યાં જતું રહેવું જોઈએ. આવું કહીને જીતુ વાઘાણીએ દિલ્લીની શિક્ષણનીતિ મુદ્દે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
તો બીજી તરફ હવે દિલ્લીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને જીતુ વાઘાણી પર વળતો વાર કર્યો છે. મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાતના શિક્ષણ મંત્રીએ ગુજરાતના લોકોને ધમકી આપી અને છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં ભાજપ સારુ શિક્ષણ નથી આપી શકી.
આ પણ વાંચોઃ Water crisis in gujarat: ગુજરાતના જળાશયોમાં 16 અને કચ્છમાં 23 ટકાથી પણ ઓછું પાણી બચ્યું- વાંચો વિગત
