doctor strike

Government doctors Strike: ડોક્ટરોની હડતાલનો આજે ચોથો દિવસ, આરોગ્યમંત્રીએ કહ્યું ગણતરીના કલાકોમાં સુખદ અંત આવશે- વાંચો વિગત

Government doctors Strike: સરકારી તબોબોની 4 દિવસથી ચાલતી હડતાળ વિશે નિવેદન આપતાં તેમણે કહ્યું કે સરકારી તબીબોની હડતાળ સમેટાઈ જવાની તૈયારીમાં છે

અમદાવાદ, 07 એપ્રિલઃ Government doctors Strike: બહુચરાજીમાં એક કાર્યક્રમમાં આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Health Minister Hrishikesh Patel) એ હડતાલ વિશે મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારી તબોબોની 4 દિવસથી ચાલતી હડતાળ વિશે નિવેદન આપતાં તેમણે કહ્યું કે સરકારી તબીબોની હડતાળ સમેટાઈ જવાની તૈયારીમાં છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારી તબીબોની હડતાળનો સુખદ ઉકેલ કલાકોમાં જ આવી જશે.

રાજ્યમાં સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. પડતર માગણીઓ સાથે સતત ત્રીજી વાર સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. આજે રાજ્યના 10 હજાર કરતાં વધુ તબીબો હડતાળ પર છે. હડતાળને કારણે ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર અસર થઈ છે. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર ઉગામ્યુ છે.

આ પણ વાંચોઃ Water crisis in gujarat: ગુજરાતના જળાશયોમાં 16 અને કચ્છમાં 23 ટકાથી પણ ઓછું પાણી બચ્યું- વાંચો વિગત

જીએમટીએ દ્વારા એવુ પણ જણાવવામાં આવ્યુ કે પાંચ કેડર પાંચ એસોસિએશન હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન , GMERS ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઈનસર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિએશન, ESIS ડૉક્ટર્સ એસોસિએશનના ડૉકટર અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેમણે જણાવ્યુ કે 10 હજાર ડૉકટર, છ સરકારી મેડિકલ કોલેજના ડૉકટર્સથી લઈ પીએચસીના ડૉકટર્સ હડતાળમાં જોડાયા છે.

હડતાળ મુદ્દે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યુ હતુ કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે. 16 મે 2021ના રોજ NPA માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યુ કે ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી.

31 માર્ચ વિતી હોવા છતાં અમારી માગણીના ઠરાવ ન થતા હડતાળનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યુ, અમારી માગણીઓ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર પસંદ કર્યું છે.

આ પણ વાંચોઃ Again CNG prices rise: આજથી ફરી રાજ્યમાં CNGના ભાવમાં આટલા રુપિયાનો વધારો- વાંચો વિગત

Gujarati banner 01